Gujarat Corona Update: અમદાવાદમાં એક બાજુ રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે ત્યાં જ શહેરમાં આજે વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ (Today Gujarat Corona virus Case)ના નવા કેસમાં ગઇ કાલની સરખામણીએ વધારો નોંધાયા છે. ગુજરાતમાં 26 જૂનની સાંજે કોરોના વાયરસના નવા કેસની (Gujarat Covid Cases on 26-06-2022) સ્થિતિ વધારે વણસી ગઇ છે.
રાજ્યમાં સતત પાંચમા દિવસે 400થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. કોરોના એક્ટિવ કેસનો આંકડો 2463 એ પહોંચી ગયો છે. રાજ્યમાં આજે 26 જૂનની સાંજે કોરોના વાયરસના નવા 420 કેસ નોંધાયા છે. જોકે રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં સૌથી વધુ 161 કેસ નોંધાયા છે. અમદાવાદમાં આજે 117 દર્દીઓ સ્વસ્થ થતા તેમને રજા આપવામાં આવી છે.
રાજ્યમાં આજે 26 જૂનની સંધ્યાએ કોરોનાના 420 નવા કેસ નોંધાયા છે. ત્યાં જ 256 દર્દીઓ કોરોનાથી રિકવર થયા છે. અમદાવાદ કોર્પોરેશન 156, સુરત કોર્પોરેશન 79, વડોદરા કોર્પોરેશન 59, મહેસાણા 17, ગાાંધીનગર કોર્પોરેશન 14, સુરત 13, કચ્છ 09, રાજકોટ કોર્પોરેશન 09, વલસાડ 09, આણંદ 07, નવસારી 06, અમદાવાદ 05, ભરૂચ 05, ભાવનગર કોર્પોરેશન 05, રાજકોટ 04, વડોદરા 04, જામનગર કોર્પોરેશન 03, ખેડા 03, ગાાંધીનગર 02, જુનાગઢ કોર્પોરેશન 02, મોરબી 02, પંચમહાલ 02, પાટણ 02, પોરબંદર 02, તાપી 01 કેસ નોંધાયા છે.