વિભુ પટેલ, અમદાવાદ: ગુજરાતમાં ચોમાસાની સિઝનનો સરેરાશ વરસાદ 118.86 ટકા થયો છે. કચ્છમાં સરેરાશ વરસાદ 186.01 ટકા વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં સરેરાશ વરસાદ 121.06 ટકા વરસાદ નોંધાયો છે. તેમજ પૂર્વ મધ્ય ગુજરાતમાં સરેરાશ વરસાદ 93.57 ટકા વરસાદ થયો છે. સૌરાષ્ટ્રમાં સરેરાશ વરસાદ 109.44 ટકા વરસાદ નોંધાયો છે. તેમજ દક્ષિણ ગુજરાતમાં સરેરાશ વરસાદ 132.17 ટકા વરસાદ થયો છે.
ગુજરાતમાં ચોમાસાની સિઝનનો સારો વરસાદ થયો છે અને હવે ચોમાસુ વિદાય લઇ રહ્યું છે. જો કે રાજ્યમાંથી મોટા ભાગના વિસ્તારમાંથી ચોમાસએ વિદાય લઈ લીધી છે. પરંતુ ચોમાસાની વિદાય વચ્ચે પણ સામાન્ય વરસાદ એકાદ વિસ્તારમાં પડવાનું હવામાન વિભાગનું અનુમાન છે. 4 ઓક્ટોબરના રાજકોટ, જામનગર, દ્વારકા, કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 6 થી 8 ઓક્ટોબરના ડાંગ, તાપી, વલસાડ, છોડા ઉદેપુરમાં સામાન્ય વરસાદની સંભાવના છે. તો અન્ય જિલ્લામાં વાતાવરણ સૂકું રહેશે.
રાજ્યમાં ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાય રહ્યા છે. અને હવે સૂકા પવન પણ ફૂંકાવવાની શરૂઆત થઈ છે. જો કે લઘુતમ તાપમાન નીચું અને મહત્તમ તાપમાન ઊંચું નોંધાવવાના કારણે બેવડી ઋતુનો અહેસાસ થશે. વહેલી સવારે ઠંડા પવનો અને બપોર થતા ઉનાળાની ગરમીનો અહેસાસ થશે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 36 ડીગ્રી આસપાસ રહેશે. અને લઘુતમ તાપમાન 23 ડીગ્રી રહેવાની શક્યતા છે.