અમદાવાદ: પીએમઓના એડિશનલ ડાયરેક્ટર તરીકે નકલી ઓળખ આપી જમ્મુ કાશ્મીરમાં VIP સિક્યોરિટી સાથે ફરતા કિરણ પટેલની જમ્મુ કશ્મીર પોલીસે ધરપકડ કરી છે. કિરણ પટેલને પકડ્યા બાદ આ કેસમાં મોટા ખુલાસા થઈ રહ્યા છે. તે અમદાવાદમાં પણ કરોડો રૂપિયાની ઠગાઈ કરી ચૂક્યો હોવાનો ખુલાસો થઈ રહ્યો છે. કિરણ પટેલ પોતાની ઓળખ વડાપ્રધાનના કાર્યાલયમાં એડિશનલ ડિરેક્ટર (સ્ટ્રેટેજી અને કેમ્પેઈન) તરીકે ફરજ બજાવતો હોવાનું જણાવ્યું હતું.