અમદાવાદ : આજે અમદાવાદના (Ahmedabad Rathyatra) જગન્નાથ મંદિરથી સરસપુર ભગવાનની (Saraspur) રથયાત્રા પહોંચશે. ત્યારે રથયાત્રામાં ભગવાનની રાહ જોવાઇ રહી છે. સરસપુરમાં ભક્તોમાં અનેરો ઉત્સાહ દેખાઇ રહ્યો છે. મહિલાઓ તેમના આગમનમાં અવનવા ભજનો ગાઇને નૃત્ય કરી રહ્યા છે. સામાન્યરીતે ભગવાનના ત્રણ રથ ત્યાં પહોંચે જે બાદ ભક્તો પ્રસાદી લેતા હોય છે. ભગવાનના મોસાળ સરસપુર ખાતે રથ પહોંચે છે ત્યારે દર્શન કરવા આવતા તમામ ભક્તો માટે જમણવાર યોજવામાં આવે છે. આ સાથે મંદિરથી સરસપુર આવતા ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ દેખાઇ રહ્યો છે.
રથયાત્રાના પાવન પર્વ પહેલા જ સીએમ ભૂપેન્દ્ર પટેલ કોરોનાગ્રસ્ત થતાં 145મી રથયાત્રા માટે પહિંદવિધિ કોણ કરશે તેને લઈને સવાલો ઉઠ્યા હતા. જોકે, ગુરુવારની મોડી રાત્રે સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી કે, 145મી ભગવાન જગન્નાથની રથયાત્રા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ જ પહિંદ વિધિ કરીને ભગવાનના રથોને પ્રસ્થાન કરાવ્યુ હતુ.