નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવે છે અને વાહન પાર્કિંગની સમસ્યા ન થાય તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે. શો માય પાર્કિંગ - એપ્લિકેશન પરથી ફરજિયાત એડવાન્સ બુક કરવાનું રહેશે. જેમાં ટુ વ્હીલર માટે કુલ ૮ પાર્કિંગ અને ફોર વ્હીલર માટે ૧૦ પાર્કિંગ બનાવવામાં આવેલ છે. જેની કુલ ક્ષમતા ૧૫,૦૦૦ ટુ વ્હીલર અને ૧૦,૦૦૦ ફોર વ્હીલરની છે.