મહેમદાવાદ : લાંચિયા અધિકારીઓ પર તવાઈ બોલાવા માટે એન્ટિ કરપ્શન બ્યૂરો (ACB) દ્વારા ખાસ ટીમ તૈયાર કરવામાં આવી છે. આ ટીમ દ્વારા જુદા જુદા સરકારી વિભાગોમાં લાંચ-રૂશ્વત વિરોધી કાર્યવાહી કરવામાં આવી છે. હજુ તો આણંદના વર્ગ-3 અધિકારી પાસેથી મળી આવેલા કરોડો રૂપિયાની સંપતિનો મામલો ચરોતરમાં ચર્તાની એરણે છે ત્યારે અમદાવાદ ગ્રામ્ય એન્ટી કરપ્શન બ્યૂરો (ACB)ની ટ્રેપ (Trap)માં મહેમદાવાદા પોલીસ મથકના બે જવાનો વતી લાંચ લેતો વચેટિયો ઝડપાઈ (intermediary caught taking Bribe) ગયો છે.
ગુજરાત એસીબી હવે વધુ સજ્જ થઇ ગઈ છે. લાંચિયા બાબુઓને પકડવા માટે એસીબીએ નવા 44 પીઆઇ સાથે કુલ 83 પીઆઇ ને ખાસ ટ્રેંનીંગ આપી ફિલ્ડ માં મુક્યા છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં પહેલી વાર સંપૂર્ણ મહેકમ પુરી કરવામાં આવી છે. ગુજરાત એસીબી હવે વધુ સજ્જ થઇ ગઈ છે. લાંચિયા બાબુઓને પકડવા માટે એસીબીએ નવા 44 પીઆઇ સાથે કુલ 83 પીઆઇ ને ખાસ ટ્રેંનીંગ આપી ફિલ્ડ માં મુક્યા છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં પહેલી વાર સંપૂર્ણ મહેકમ પુરી કરવામાં આવી છે.છેલા ઘણા વર્ષોથી ગુજરાત એસીબીમાં પીઆઇની અછત હતી જેના કારણે એસીબીના અધિકારી પર કામનું ભારણ વધુ હતું અને ભ્રષ્ટાચાર રોકવામાં સંપૂર્ણ સફળતા ન મળી હતી. ત્યારે વર્ષ 2010ની બેચના PSIને પીઆઇનું પ્રમોશન મળતાની સાથે 44 પીઆઇ એસીબીને મળતાની સાથે જ ગુજરાતના ખૂણે ખૂણે એસીબી પહોંચી શકી છે. ફાઈલ તસવીર