Home » photogallery » ahmedabad » ભારતીય સંસ્કૃતિની ઝાંખી, અમદાવાદમાં પૌરાણિક પરંપરા સાથે લગ્નમાં બળદગાડામાં બેઠા વરરાજા અને....

ભારતીય સંસ્કૃતિની ઝાંખી, અમદાવાદમાં પૌરાણિક પરંપરા સાથે લગ્નમાં બળદગાડામાં બેઠા વરરાજા અને....

Indian Culture marriage: અમદાવાદના રાણીપ વિસ્તારનાં કાઉન્સિલર દશરથભાઈ પટેલના દીકરાના લગ્ન 31 જાન્યુઆરીના રોજ નિર્ધાયા હતા ત્યારે પરિવારજનોએ ગાડી કે બગીમાં નહીં પરંતુ  વરરાજાને લગ્નમંડપ સુધી લઈ જવા બળદગાડાનો ઉપયોગ કરવાનો વિચાર કર્યો એટલું જ નહીં બળદગાડાને તેમણે પોતાની રીતે ડિઝાઈન કરાવ્યું જેને ડેકોરેટ પણ કરાવ્યું હતું.

विज्ञापन

  • 18

    ભારતીય સંસ્કૃતિની ઝાંખી, અમદાવાદમાં પૌરાણિક પરંપરા સાથે લગ્નમાં બળદગાડામાં બેઠા વરરાજા અને....

    અમદાવાદ: આમ તો લગ્નમાં બેન્ડ બાજા બારાત હોય છે પરંતુ અમદાવાદમાં એક એવાં લગ્ન યોજાયા જેમાં ન બેન્ડ હતા, ન તો બાજા કે ન તો બારાત. આ લગ્નમાં વરરાજા બેઠાં હતા બળદગાડામાં. જી હા અમદાવાદના રસ્તાઓ પર વરરાજાએ બળદગાડામાં જાનમાં સવાર થતાં જોવા મળ્યા હતા.

    MORE
    GALLERIES

  • 28

    ભારતીય સંસ્કૃતિની ઝાંખી, અમદાવાદમાં પૌરાણિક પરંપરા સાથે લગ્નમાં બળદગાડામાં બેઠા વરરાજા અને....

    અમદાવાદના રાણીપ વિસ્તારનાં કાઉન્સિલર દશરથભાઈ પટેલના દીકરાના લગ્ન 31 જાન્યુઆરીના રોજ નિર્ધાયા હતા ત્યારે પરિવારજનોએ ગાડી કે બગીમાં નહીં પરંતુ  વરરાજાને લગ્નમંડપ સુધી લઈ જવા બળદગાડાનો ઉપયોગ કરવાનો વિચાર કર્યો એટલું જ નહીં બળદગાડાને તેમણે પોતાની રીતે ડિઝાઈન કરાવ્યું જેને ડેકોરેટ પણ કરાવ્યું અને ત્યારબાદ બળદગાડામાં સવાર થઈને વરરરાજા પરણવા નીકળ્યા હતા.

    MORE
    GALLERIES

  • 38

    ભારતીય સંસ્કૃતિની ઝાંખી, અમદાવાદમાં પૌરાણિક પરંપરા સાથે લગ્નમાં બળદગાડામાં બેઠા વરરાજા અને....

    વરરાજા બનેલાં જયશીલ પટેલે ન્યુઝ18 ગુજરાતી સાથે વાતચીત કરતાં  બળદગાડાના આ કોન્સેપ્ટ વિશે તો જણાવ્યું કે, વાસ્તવમાં તેમણે આ વિશે નવેમ્બર મહિનામાં વિચાર કર્યો હતો કે કેવી રીતે લગ્નમાં જુની સંસ્કૃત્તિને જાળવી શકાય એ કોન્સેપ્ટથી જાન લઈને લગ્નનાં માંડવા સુધી જવું આ માટે તેમણે બળદગાડાને ડિઝાઈન કરાવ્યું હતું.

    MORE
    GALLERIES

  • 48

    ભારતીય સંસ્કૃતિની ઝાંખી, અમદાવાદમાં પૌરાણિક પરંપરા સાથે લગ્નમાં બળદગાડામાં બેઠા વરરાજા અને....

    ખાસ સાગનાં લાકડાંમાંથી ડિઝાઈન કરેલાં બળદગાડાને ચોકલેટી રંગથી રંગવામાં આવ્યું ત્યારબાદ કચ્છી ભરત ભરેલાં બળદના કપડાં ડિઝાઈન કરાવ્યા અને ગાડાને પણ આ રીતે સજાવ્યું હતું.

    MORE
    GALLERIES

  • 58

    ભારતીય સંસ્કૃતિની ઝાંખી, અમદાવાદમાં પૌરાણિક પરંપરા સાથે લગ્નમાં બળદગાડામાં બેઠા વરરાજા અને....

    આજે જ્યારે જાન લઈને અમે નીકળ્યાં ત્યારે ગાડામાં બેસતાં મને થોડો ડર લાગ્યો હતો કારણ કે જીવનમાં પહેલી વાર હું આ રીતે ગાડીમાં બેઠો છું પરંતુ આ રીતે ગાડામાં બેસીને અમદાવાદના રસ્તા પર જવુ અલગ જ અનુભવ થયો છે રાણીપ વિસ્તારમાં લોકો ઉભા રહીને ખાસ જાનને જોતાં હતા અને વીડિયો ફોટો લઈને લગ્ન માટે અભિનંદન કહેતાં ગયા.. જે અદભૂત અનુભવ રહ્યો હતો.

    MORE
    GALLERIES

  • 68

    ભારતીય સંસ્કૃતિની ઝાંખી, અમદાવાદમાં પૌરાણિક પરંપરા સાથે લગ્નમાં બળદગાડામાં બેઠા વરરાજા અને....

    રાણીપના કાઉન્સિલર દશરથભાઈ પટેલે ન્યુઝ18 ગુજરાતીને જણાવ્યું કે, સામાન્ય રીતે મોંઘીદાટ ગાડીઓમાં વરરાજા જતાં મેં જોયા હતા પરંતુ પરિવારમાં જ્યારે જાન કેવી રીતે લઈ જવી એ ચર્ચા ચાલી રહી હતી ત્યારે આ સજેશન મળતાં અમે અપ્રુવ કરી દીધું.

    MORE
    GALLERIES

  • 78

    ભારતીય સંસ્કૃતિની ઝાંખી, અમદાવાદમાં પૌરાણિક પરંપરા સાથે લગ્નમાં બળદગાડામાં બેઠા વરરાજા અને....

    અત્યારે લોકો જુની સંસ્કૃત્તિને ભુલી ગયા છે ત્યારે અમને થયું કે આ રીતે જાન લઈને જવાથી આજના યંગસ્ટર્સને વધારે આકર્ષણ થશે. જયારે વરરાજાના માતા ભગવતીબેને કહ્યું કે બળદગાડામાં દીકરાની જાનમાં જવાની મજા તો કોને ના આવે? અમે નાના હતા ત્યારે ગામડાંમાં આ રીતે જાન જતાં જોઈ હતી.

    MORE
    GALLERIES

  • 88

    ભારતીય સંસ્કૃતિની ઝાંખી, અમદાવાદમાં પૌરાણિક પરંપરા સાથે લગ્નમાં બળદગાડામાં બેઠા વરરાજા અને....

    આ સંસ્કૃત્તિ તો જાણે ભુલાઈ જ ગઈ છે અમે નક્કી કર્યું છે કે હવે પરિવારમાં શરુ થયેલી આ પરંપરા અમે જાળવી રાખીશું. આ બળદગાડાને અમે ઘરે જ રાખીશું જે કોઈને જોઈશે એ આ બળદગાડાને અમારી પાસેથી લઈ જાય એવી વ્યવસ્થા કરીશું જે પણ પ્રસંગ માટે લોકો બળદાગાડું લેશે અને બદલામાં અમને જે વળતર મળશે એ માટે ગૌ માતાને ઘાસ ખવડાવવા અને તેનાં રાખ રખાવ માટે ઉપયોગમાં લઈશું.

    MORE
    GALLERIES