દીપિકા ખુમાણ, અમદાવાદઃ અમદાવાદમાં (Ahmedabad) આજે રવિવાર પહેલી વાર મલ્ટિપ્લેક્સમાં (Multiplex) મૂવી નહીં પરંતુ ઇન્ડિયા-પાકિસ્તાનની (India pakistan match) મેચથી હાઉસ (Multiplex housfull) ફૂલ થયું છે. અમદાવાદના તમામ PVRની સ્ક્રિન લગભગ બૂક થઈ ગયું છે જેમાં ખાસ 399 થી 649 સુધીમાં ટિકિટ (ticket) વેચાઈ ગઈ છે. જેની પાછળનું કારણ છે ભારત અને પાકિસ્તાનની રસાકસી વાળી મેચ. દેશભરમાં નાગરિકોના ઉત્સાહ વચ્ચે આજે અમદાવાદમાં અનેક જગ્યા એ મેચ નું આયોજન કરવામાં આવ્યું છે. ક્રિકેટ રસિયાઓ એક દિવસ પહેલા જ મેચનું બુકિંગ કરી લીધું છે. જેને લઇને કહી શકાય કે લોકો ને આજે મૂવી કરતા ક્રિકેટ મેચ જોવામાં વધારે પસંદ છે.