Gujarat Corona Update: દેશમાં કોરોનાના કેસ (Corona Cases In India) ની સંખ્યામાં થી સતત વધારો નોંધાય રહ્યો છે ત્યારે આજે પોઝિટિવ આંકડામાં મોટો વધારો નોંધાયો છે. ગુજરાતમાં પણ છેલ્લા 24 કલાકમાં કોરોનાવાયરસના નવા કેસમાં મોટો વધારો થયો છે. તમને જણાવી દઈએ કે, ત્રણ મહિના પછી ગુજરાતમાં સતત કોરોના કેસ વધી રહ્યા છે. રાજ્યમાં 15 જૂનની સાંજે કોરોના વાયરસના નવા કેસની (Gujarat Covid Cases on 15-06-2022) સ્થિતિ વધારે વણસી રહી હોય તેમ લાગી રહ્યું છે. રાજ્યમાં કોરોના કેસનો એક્ટિવ આંકડો 100ની પાસે પહોંચી ગયો છે. રાજ્યમાં આજે 15 જૂનની સાંજે કોરોના વાયરસના નવા 184 કેસ નોંધાયા છે. જોકે રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં સૌથી વધુ 94 કેસ નોંધાયા છે. ત્યાં જ આજે અમદાવાદ શહેરમાં કોરોનાએ એક દર્દીનો ભોગ લીધો છે.
રાજ્યમાં આજે 15 જૂનની સાંજે કુલ 112 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. જેમાંથી અમદાવાદ શહેરમાં સૌથી વધુ 50 દર્દીઓ સાજા થયા છે. ત્યાં જ વડોદરા કોર્પોરેશનમાં 25, સુરત કોર્પોરેશનમાં 08, ગાંધીનગર કોર્પોરેશન 05, મહેસાણા 02, વલસાડ 05, આણંદ 01, રાજકોટ કોર્પોરેશન 07, જામનગર કોર્પોરેશન-ખેડા 02-02 દર્દીઓ સાજા થયા છે.