Parth Patel, Ahmedabad: ચકી બેન ચકી બેન મારી સાથે રમવા આવશો કે નહી...આ ગીત હવે સાંભળવા જ મળે છે. ભલેને સરકાર, સમાજ કે માનવીઓ ચકલીઓને લુપ્ત થતી બચાવવા પ્રયાસ ના કરતા હોય પરંતુ દસક્રોઈ તાલુકાના રોપડા પ્રાથમિક શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ યુથ સર્વ ફાઉન્ડેશનના સહયોગથી 2 વર્ષથી અથાગ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. દર સાલ 100 થી વધુ માટીના માળા શાળા પરિસરના વૃક્ષો પર લગાવવામાં આવે છે.