Home » photogallery » ahmedabad » વેપારીઓ સાવધાન! અમદાવાદમાં covid-19 ગાઈડલાઈનના ભંગ બદલ એબી જ્વેલર્સ સીલ કરાયું

વેપારીઓ સાવધાન! અમદાવાદમાં covid-19 ગાઈડલાઈનના ભંગ બદલ એબી જ્વેલર્સ સીલ કરાયું

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા આજે જવેલર્સમાં ગાઈડલાઈનનું પાલન થાય છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી હતી.

विज्ञापन

  • 15

    વેપારીઓ સાવધાન! અમદાવાદમાં covid-19 ગાઈડલાઈનના ભંગ બદલ એબી જ્વેલર્સ સીલ કરાયું

    ઋત્વિજ સોની, અમદાવાદ: શહેરમાં ફરી એક વખત કોરોનાનો કહેર (coronavirus) વધતાં તંત્ર સંક્રમણ અટકાવવા માટે કામે લાગ્યું છે. છેલ્લા બે દિવસમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Amdavad municipal corporation) દ્વારા ચાની કીટલીઓ અને પાનના ગલ્લા ઉપર કેટલીક જગ્યાએ તવાઈ બોલાવવામાં આવી હતી. જ્યારે આજે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરના ખ્યાતનામ એવા એબી જવેલર્સ (AB Jewelers) ચેકિંગ કરવામાં આવ્યું હતું.

    MORE
    GALLERIES

  • 25

    વેપારીઓ સાવધાન! અમદાવાદમાં covid-19 ગાઈડલાઈનના ભંગ બદલ એબી જ્વેલર્સ સીલ કરાયું

    કોર્પોરેશનની ટીમ પહોંચી તે સમયે જવેલર્સમાં સોશિયલ ડિસ્ટેન્સિંગનો અભાવ જોવા મળ્યો હતો. ગ્રાહકોના ટોળા જોવા મળ્યા હતા. જ્યારે કર્મચારીઓમાં પણ સોશિયલ ડિસ્ટેન્સિંગનો અભાવ જોવા મળ્યો હતો. પરિણામે કોર્પોરેશનની ટીમ દ્વારા જવેલર્સને હાલ પૂરતું સીલ કરવામાં આવ્યું છે.

    MORE
    GALLERIES

  • 35

    વેપારીઓ સાવધાન! અમદાવાદમાં covid-19 ગાઈડલાઈનના ભંગ બદલ એબી જ્વેલર્સ સીલ કરાયું

    ઉલ્લેખનીય છે કે લોકડાઉન (lockdown) બાદ સરકાર દ્વારા અનલૉક (Unlock) જાહેર કરતાની સાથે જ કેટલીક છૂટછાટ આપીને વેપાર ધંધા શરૂ કરવા માટેની પરવાનગી આપવામાં આવી હતી.

    MORE
    GALLERIES

  • 45

    વેપારીઓ સાવધાન! અમદાવાદમાં covid-19 ગાઈડલાઈનના ભંગ બદલ એબી જ્વેલર્સ સીલ કરાયું

    જોકે કેટલીક જગ્યા ઉપર આ ગાઈડલાઈનનું (corona guideline) પાલન ન થતું હોય તેવું જાણવા મળ્યું હતું. અને ત્યારબાદ કોર્પોરેશન દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

    MORE
    GALLERIES

  • 55

    વેપારીઓ સાવધાન! અમદાવાદમાં covid-19 ગાઈડલાઈનના ભંગ બદલ એબી જ્વેલર્સ સીલ કરાયું

    સમગ્ર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવા એકમો કે જ્યાં ભીડ વધારે થઈ રહી છે અને સોશિયલ distance નો અભાવ કે માસ્ક પહેર્યા વગરના લોકો નજરે પડે છે તે એકમ સીલ કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

    MORE
    GALLERIES