ઋત્વિજ સોની, અમદાવાદ : દવા - દારૂ આ શબ્દ આપને અનેક વખત એક સાથે સાંભળ્યો હસે. જ્યારે કોઈ પણ વ્યક્તિ બીમાર પડે છે ત્યારે લોકો તેને દવા દારૂ લેવાની સલાહ આપતા હોય છે. પરંતુ દવા અને દારૂનું સાથે કોઈ વેચાણ કરાતું હોય તેવું ક્યારેય સાંભળ્યું છે. અમદાવાદ (Ahmedabad) શહેરના વસ્ત્રાપુર (Vastrapur) વિસ્તારમાંથી આવા જ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં એક આરોપી દિવસે દવા તો રાત્રે દારૂનું વેચાણ કરતો હતો.