Home » photogallery » ahmedabad » સાચવજો! ગુજરાતમાં આજે અને વાસી ઉત્તરાયણના દિવસે પવનની સાથે છે Cold wave ની આગાહી

સાચવજો! ગુજરાતમાં આજે અને વાસી ઉત્તરાયણના દિવસે પવનની સાથે છે Cold wave ની આગાહી

Gujarat Weather: ગુરૂવારે રાજ્યના 9 શહેરમાં સરેરાશ લઘુતમ તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયુ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ આગામી બે દિવસ કોલ્ડવેવ યથાવત્ રહેશે. ગ

  • 15

    સાચવજો! ગુજરાતમાં આજે અને વાસી ઉત્તરાયણના દિવસે પવનની સાથે છે Cold wave ની આગાહી

    અમદાવાદ: આજે 14મી જાન્યુઆરી શુક્રવાર, (Uttrayan in Gujarat) રાજ્યભરમાં ઉત્તરાયણનું પર્વ લોકો ઉત્સાહથી ઉજવશે. ત્યારે હવામાન વિભાગે (weather forecast gfor kite flying) પતંગ રસિકો માટે આગાહી કરી છે કે, ઉત્તરાયણના (Uttrayan 2022) દિવસે પવનની (wind) ગતિ સારી રહેશે અને પ્રતિ કલાક 10થી 15 કિલોમીટરની ઝડપે પવન ફુંકાશે. આ સાથે હવામાન વિભાગે કોલ્ડવેવની (Cold wave) પણ આગાહી કરી છે.

    MORE
    GALLERIES

  • 25

    સાચવજો! ગુજરાતમાં આજે અને વાસી ઉત્તરાયણના દિવસે પવનની સાથે છે Cold wave ની આગાહી

    હવામાન વિભાગની આગાહી પ્રમાણે 14 અને 15મી જાન્યુઆરી બે દિવસ સુધી અમદાવાદ, ગાંધીનગર સહિત સમગ્ર રાજ્યોમાં ઉત્તર પૂર્વીય દિશામાં ફૂંકતાં ઠંડા પવનો ફરી વળશે. આ સાથે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિત મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો સિંગલ ડીગ્રીમાં નોધાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ બંને દિવસોમાં પવનની ગતિ 10થી 15 કિ.મી પ્રતિ કલાકની રહેશે.

    MORE
    GALLERIES

  • 35

    સાચવજો! ગુજરાતમાં આજે અને વાસી ઉત્તરાયણના દિવસે પવનની સાથે છે Cold wave ની આગાહી

    હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી અનુસાર, આગામી બે દિવસ બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા, અમરેલી, ભાવનગર, જુનાગઢ, સુરેન્દ્રનગર, કચ્છ અને વડોદરામાં કોલ્ડવેવ યથાવત્ રહેશે. જોકે, બે દિવસ બાદ લઘુતમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રીનો વધારો થતાં ઠંડીમાં ઘટાડો અનુભવાશે.

    MORE
    GALLERIES

  • 45

    સાચવજો! ગુજરાતમાં આજે અને વાસી ઉત્તરાયણના દિવસે પવનની સાથે છે Cold wave ની આગાહી

    ગુરૂવારે રાજ્યના 9 શહેરમાં સરેરાશ લઘુતમ તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયુ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ આગામી બે દિવસ કોલ્ડવેવ યથાવત્ રહેશે. ગત રાત્રિએ નલિયામાં 4.6 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં પાંચ ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. નલિયા ઉપરાંત ગાંધીનગર, ડીસા, પાટણ, રાજકોટ, વડોદરા, અમદાવાદ, અમરેલી અને જુનાગઢમાં પણ સરેરાશ લઘુતમ તાપમાન 10 ડિગ્રીથી નીચે નોંધાયું હતું.

    MORE
    GALLERIES

  • 55

    સાચવજો! ગુજરાતમાં આજે અને વાસી ઉત્તરાયણના દિવસે પવનની સાથે છે Cold wave ની આગાહી

    હવામાન વિભાગની સાથે અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. તેમણે આગાહી કરતા જણાવ્યુ છે કે, રાજયમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે આગામી 18થી 20 જાન્યુઆરી દરમિયાન ત્રણ દિવસ કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. તેમજ ફેબ્રુઆરી મહિનામાં પણ માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે રાજ્યમાં કાતિલ ઠંડી પડી રહી છે. આ ઉપરાંત આગામી તારીખ 18 , 19 અને 20 જાન્યુઆરીએ રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડશે. જેના કારણે ખેડૂતોને ચિંતા કરાવી શકે છે. રવિ પાકને નુકસાન પહોંચાડી શકે છે.

    MORE
    GALLERIES