અમદાવાદ: છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદીઓ મેઘરાજાની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા, તેનો આજે અંત આવ્યો છે. હાલમાં અમદાવાદ શહેરના મોટા ભાગના વિસ્તારમાં કડાકાભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. ત્યાં જ શહેરના કેટલાક વિસ્તારમાં વીજળી અને પવનના સુસવાટા સાથે વરસાદ વરસી રહ્યો છે. આજે બપોર બાદથી જ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને શહેર પર કાળાડીબાંગ વાદળો છવાઇ ગયા હતા. જે બાદ શહેરના કેટલાક વિસ્તારમાં ઝકરમર વરસાદ શરૂ થયો છે.