અમદાવાદ: દ્વારકા જિલ્લામાં ત્રીજા દિવસે પણ કમોસમી વરસાદ પડ્યો છે. ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ત્રીજા દિવસે પણ કમોસમી વરસાદથી ચોમાસા જેવો માહોલ છે. ભરઉનાળે ખેતરો પાણીથી તરબોળ થયા છે. ખંભાળિયા તાલુકાના, લાલુકા, ફોટ સહિત અનેક ગામોમાં ખેતરો પાણીથી તરબોળ થયા છે. ચણા, ઘઉં સહિતના પાકો પર કમોસમી વરસાદનું પાણી ફરી વળ્યું છે. ચોમાસામાં જોવા મળતા દ્ર્શ્યો ભરઉનાળે જોવા મળ્યા છે.
ગુજરાતમાં ભરઉનાળે માવઠું થઇ રહ્યું છે. માવઠાને લીધે ખેડૂતોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે, જ્યારે બેવડી ઋતુને લીધે રોગચાળો પણ જોવા મળી રહ્યો છે. આવામાં આગામી પાંચ દિવસને લઇને હવામાન વિભાગની આગાહી સામે આવી છે. જેમાં આગામી ચાર દિવસ વરસાદ રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.