આણંદ: સોજિત્રા પાસે ગુરૂવારની સંધ્યાએ થયેલા ટ્રિપલ અકસ્માત (Anand trippe accident)માં છ લોકોનાં મોત થયા હતા. ટ્રીપલ અકસ્માતની આ ગમખ્વાર ઘટનામાં મિસ્ત્રી પરિવારનાં માતા અને બે પુત્રી તથા બોરિયાવીના બે કાકા-બાપાના પુત્રો અને રિક્ષા-ડ્રાઈવર સહિત કુલ છ વ્યક્તિનાં મોત નીપજ્યાં હતાં. ત્યારે આજે શુક્રવારની સવારે તેઓની અંતિમ યાત્રા નીકળી હતી. જેમાં બે ગામોની અંદર સ્વજનોનું ભારે આક્રંદ છવાઇ ગયું હતું. જેના પગલે બંને ગામડામાં શોકની લહેર વ્યાપી ગઇ હતી.
સોજિત્રા પાસે થયેલા ટ્રિપલ અકસ્માત (Anand trippe accident)માં છ લોકોનાં મોત થયા છે. જેમાં એવી વિગત સામે આવી છે કે અકસ્માતનો આરોપી કેતન રમણભાઈ પઢિયાર (Ketan Padhiyar) કૉંગ્રેસના ધાસાભ્યનો જમાઈ છે. આ અકસ્માતમાં કુલ છ લોકોનાં મોત થયા છે. બીજી તરફ સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો છે કે કારનો ડ્રાઇવર પીધેલી હાલતમાં કાર ચલાવી રહ્યો હતો.
આ અકસ્માતમાં કાર ચાલકની બેદરકારી સામે આવી છે. આ મામલે કાર ચાલક સામે ફરિયાદ નોંધવામાં આવી છે. કાર ચાલક સામે આઈપીસીની કલમ 304 હેઠળ ગુનો દાખલ થયો છે. ધારાસભ્ય પુનમભાઈએ જણાવ્યું હતું કે, "મારા જમાઈ મારી દીકરી અને ભાણેજોને તારાપુર મૂકીને પરત આણંદ તરફ આવી રહ્યા હતા. આ દરમિયાન રિક્ષા, એક્ટિવા અને કારની ટક્કર થઈ ગઈ હતી. આ અકલ્પનિય અકસ્માત છે. તેની સામે જવાબદાર તમામ લોકો સામે કાર્યવાહી થવી જોઈએ."
મૃતકોના નામ: 1) જીયાબેન વિપુલભાઈ મિસ્ત્રી, ઉંમર 14, સરનામું- સોજીત્રા, નવાઘરા, 2) જાનવીબેન વિપુલભાઈ મિસ્ત્રી, ઉંમર 17, સરનામું- સોજીત્રા, નવાઘરા, 3) વિણાબેન વિપુલભાઈ મિસ્ત્રી, ઉંમર 44, સરનામું- સોજીત્રા, નવાઘરા, 4) યાસીનભાઈ મોહમ્મદભાઈ વ્હોરા, ઉંમર 38, સરનામું- સોજીત્રા, અબ્દુલ રજીદ પાર્ક સોજીત્રા (રીક્ષા ચાલક) , 5) યોગેશભાઈ રાજેશભાઈ રમણભાઈ ઓડ, ઉંમર 20, સરનામું- બોરીયાવી, સ્વામિનારાયણ મંદિરની બાજુમાં, આણંદ , 6) સંદીપભાઈ ઠાકોરભાઈ ઓડ, ઉંમર 19, સરનામું- બોરીયાવી, સ્વામિનારાયણ મંદિરની બાજુમાં, આણંદ