Home » photogallery » ahmedabad » Gujarat Weather forecast: ગુજરાતના આ વિસ્તારોમાં આજે પણ કાતિલ ઠંડીની આગાહી, સોમવારથી મળશે રાહત

Gujarat Weather forecast: ગુજરાતના આ વિસ્તારોમાં આજે પણ કાતિલ ઠંડીની આગાહી, સોમવારથી મળશે રાહત

Gujarat weather updates: શનિવારે પણ અમદાવાદ સહિત 7 શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રી નીચે નોંધાયો હતો.

विज्ञापन

  • 15

    Gujarat Weather forecast: ગુજરાતના આ વિસ્તારોમાં આજે પણ કાતિલ ઠંડીની આગાહી, સોમવારથી મળશે રાહત

    અમદાવાદ: રાજ્યમાં કોલ્ડવેવ (Coldwave in Gujarat) વધતા ગુજરાતીઓ ઠંડીથી (Gujarat winter 2022) થીજી ગયા હતા. ત્યારે અનેક વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં વધારો થવાને કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. ત્યારે શનિવારે પણ અમદાવાદ સહિત 7 શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રી નીચે નોંધાયો હતો. હવામાન વિભાગના (Gujarat Weather forecast) જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં સોમવારથી ગરમીમાં વધારો થવાની શક્યતા છે. હજુ આજે કચ્છ અને સૌરાષ્ટ્રમાં કાતિલ ઠંડીનું મોજું યથાવત્ રહેવાની પણ આગાહી કરવામાં આવી છે.

    MORE
    GALLERIES

  • 25

    Gujarat Weather forecast: ગુજરાતના આ વિસ્તારોમાં આજે પણ કાતિલ ઠંડીની આગાહી, સોમવારથી મળશે રાહત

    શનિવારે રાતે 6.1 ડિગ્રી સાથે નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી 3 દિવસ દરમિયાન નલિયામાં 8 ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની સંભાવના છે. ગાંધીનગરમાં સરેરાશ લઘુતમ તાપમાન 7.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો અમદાવાદમાં 9 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ચાર ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. આગાહી પ્રમાણે, આગામી પાંચ દિવસ દરમિયાન અમદાવાદમાં ઠંડીમાં ઘટાડો અનુભવાશે અને તાપમાન 14 ડિગ્રી સુધી જઇ શકે છે.

    MORE
    GALLERIES

  • 35

    Gujarat Weather forecast: ગુજરાતના આ વિસ્તારોમાં આજે પણ કાતિલ ઠંડીની આગાહી, સોમવારથી મળશે રાહત

    હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 'ગુજરાતમાં આગામી 24 કલાક લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની કોઇ સંભાવના દેખાતી નથી. ત્યારબાદ ચાર દિવસ સુધી સરેરાશ લઘુતમ તાપમાનમાં ચાર ડિગ્રી સુધીનો વધારો થશે. જેના કારણે ઠંડી ઘટશે. જયારે કચ્છ તેમજ સૌરાષ્ટ્રમાંથી પોરબંદરમાં કાતિલ ઠંડીનું મોજું યથાવત્ રહેશે તેવું પણ જણાવવામાં આવ્યું છે.

    MORE
    GALLERIES

  • 45

    Gujarat Weather forecast: ગુજરાતના આ વિસ્તારોમાં આજે પણ કાતિલ ઠંડીની આગાહી, સોમવારથી મળશે રાહત

    ગુજરાતમાં આ વર્ષે શિયાળાની સિઝનમાં ચાર વખત વાતાવરણમાં પલટો આવ્યો છે. જેના કારણે રાજ્યમાં કમોસમી વરસાદ થતાં ખેડૂતોની ચિંતા વધી હતી. રવિ પાકમાં પણ અનેક વિસ્તારોમાં નુકશાની થઇ હોવાનું ખેડુતો જણાવી રહ્યા છે. અમદાવાદ સહિત રાજ્યમાં ગયા અઠવાડિયે આવેલા વાતાવરણમાં પલટાના કારણે અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ થયો હતો. બાદમાં વાદળો વિખેરાતાની સાથે જ રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડીનો અહેસાસ થયો હતો. ગાંધીનગર અને અમદાવાદમાં 10 વર્ષ બાદ રેકોર્ડબ્રેક ઠંડી પડી હતી.

    MORE
    GALLERIES

  • 55

    Gujarat Weather forecast: ગુજરાતના આ વિસ્તારોમાં આજે પણ કાતિલ ઠંડીની આગાહી, સોમવારથી મળશે રાહત

    દેશના હવામાનની વાત કરીએ તો. દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં કેટલાક દિવસોથી કડકડતી ઠંડી પડી રહી છે. ઉત્તરપ્રદેશ, બિહાર, દિલ્હી, ઉત્તરાખંડ સહિત ઘણાં રાજ્યો હાડ થીજવતી ઠંડીથી પરેશાન છે. હવામાન ખાતાની આગાહી કહે છે કે, આ પરિસ્થિતિમાં તત્કાળ રાહત મળવાના કોઈ અણસાર નથી. હિમાલયના પર્વતીય ક્ષેત્રોમાં થઈ રહેલી બરફવર્ષા અને પવનના કારણે મેદાની પ્રદેશોમાં ઠંડી વધી રહી છે. આગામી ચાર દિવસ સુધી એટલે કે, બે ફેબ્રુઆરી સુધી ઠંડીમાં કોઈ રાહત મળવાની નથી.

    MORE
    GALLERIES