અમદાવાદ : ગુજરાતમાં ધીરે ધીરે ઠંડીની મોસમ શરૂ થઇ રહી છે ત્યારે હવામાન પવનની દિશા બદલાતા તાપમાનમાં વટ-ઘટ થતું રહે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ઠંડીનું જોર ડિસેમ્બર મહિનામાં વધશે ત્યાં સુધી તાપમાનમાં વટઘટ અનુભવાશે. રવિવારે એટલે આજે સવારે અમદાવાદમાં ઠંડક વધી ગઇ હતી. જોકે, હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યુ હતુ કે, આજે પવનની દિશા બદલાવવાની છે જેના કારણે તાપમાનમાં વધારો થશે. આ સાથે 5થી 10 કિમીની ગતિએ સૂસવાટાભેર પવન ફૂંકાતા શિયાળો પણ અનુભવાશે.