અમદાવાદ: રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી કડકડતી ઠંડી પડી રહી છે, ત્યારે હવે આગામી દિવસોમાં પણ ઠુઠરાવતી ઠંડી માટે તૈયાર રહેવું પડશે. સાથે જ રાજ્યમાં મોટાભાગના શહેરોમાં પારો ગગડ્યો છે. રાજ્યના લગભગ 9 શહેરોમાં તાપમાન 11 ડિગ્રીથી નીચું નોંધાયું છે. આજે સવારે અમદાવાદનું તાપમાન 10 ડિગ્રીએ પહોંચ્યું છે. જ્યારે રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં નોંધાયું છે. નલિયામાં આજે 7.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
રાજ્યમાં લોકો ઠંડીનો રાહ જોઇ રહ્યા હતા, ત્યારે છેલ્લા ત્રણ દિવસથી કડકડતી ઠંડી પડી રહી છે. ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત છે. આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં પારો ગગડશે. લોકો ઠંડીથી બચવા તાપણા કરતા નજરે પડ્યા હતા. સાથે જ હવામાન વિભાગની ઠંડીને લઈને આગાહી પણ સામે આવી છે. ઉત્તર તરફથી પવન ફુંકાતા ઠંડી વધવાની શક્યતા છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે, ઉત્તરના પવનોને કારણે રાજ્યમાં હજુ પણ ઠંડીનો પારો ગગડશે. ડિસેમ્બરના અંતમાં ઠુઠરાવતી ઠંડીનો અહેસાસ થશે. છેલ્લા ત્રણેક દિવસથી વાતાવારણમાં ઠંડક પ્રસરી છે અને ઠંડા પવનોને લીધે પારો ગગડ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. સવારે પણ કડકડતી ઠંડીને પગલે લોકો તાપણા કરતાં નજરે પડ્યા હતા.
રાજ્યમાં ઠંડીનો પ્રકોપ વધશે તેવી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર, આજથી ઠંડીમાં વધારો થશે. સાથે જ રાજ્યમાં વારંવાર વાતાવરણ બદલાશે. રાજ્યવાસીઓએ હાડ થીજવતી ઠંડી માટે તૈયાર રહેવું પડશે. 25મી ડિસેમ્બરથી કાતિલ ઠંડીનો પ્રકોપ વધશે. રાજ્યમાં વારંવાર વાતાવરણમાં પલટો આવશે, તેવી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી છે. જાન્યુઆરીમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફુંકાશે.
હવામાન વિભાગે નલિયા અને કચ્છમાં કેટલા વિસ્તારમાં કોલ્ડ વેવની આગાહી કરી છે ત્યારે લોકોને હાડ થીજવતી ઠંડીનો અનુભવ કરવો પડશે ,ઉત્તર તરફથી પવન ફુકાતા ઠંડી વધવાની શક્યતા વ્યક્ત કરાઈ છે, હાલ ઠંડી વધતા વહેલી સવારે અને સાંજે માર્ગો પર લોકોની પાંખી હાજરી જેવા મળે છે, હજુ 1થી 3 ડિગ્રી તાપમાન ઘટવાની આગાહી કરાઈ છે ત્યારે લોકોને કાતિલ ઠંડીનો અનુભવ કરવો પડશે.