અમદાવાદ: ગુજરાતમાં ભરઉનાળે માવઠું થઇ રહ્યું છે. માવઠાને લીધે ખેડૂતોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે, જ્યારે બેવડી ઋતુને લીધે રોગચાળો પણ જોવા મળી રહ્યો છે. આવામાં આગામી પાંચ દિવસને લઇને હવામાન વિભાગની આગાહી સામે આવી છે. જેમાં આગામી ચાર દિવસ વરસાદ રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
રાજસ્થાન ઉપર વેસ્ટર્ન સિસ્ટમ સક્રિય હોવાને કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં પણ સાંજના સમયે વરસાદ રહેશે. કચ્છ, રાજકોટ, ભાવનગર, અમરેલી, બોટાદ, સાબરકાંઠા, બનાસકાંઠા, અમરેલી જેવા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, ડાંગ, તાપી, સુરત, નર્મદા, ભરૂચમાં પણ વરસાદની આગાહી છે.