અમદાવાદ: રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે. મોટાભાગના શહેરોમાં પારો ગગડતાં ધ્રુજાવતી ઠંડી પડી રહી છે. આવામાં રાજ્યમાં હજુ બે દિવસ હાડ થીજવતી ઠંડી પડશે. લોકો હજુ બે દિવસ કાતિલ ઠંડીનો માર સહન કરવો પડશે. હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં હજુ બે દિવસ હાડ થીજવતી ઠંડી પડશે. અમદાવાદમાં 2 દિવસ 10 ડિગ્રી તાપમાન રહેશે. સાથે જ નલિયામાં હજુ 24 કલાક કોલ્ડવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આમ, રાજ્યમાં શિતલહેર યથાવત રહેશે અને ઠંડીનો ચમકારો રહેશે.
હવામાન વિભાગ દ્વારા નલિયામાં 24 કલાક દરમિયાન કોલ્ડવેવ સાથે કોલ્ડ દિવસની આગાહી કરાઇ છે. અમદાવાદમાં બે દિવસ દરમિયાન 10 ડિગ્રીથી નીચે તાપમાન રહેશે. સાથે જ પવનની ગતિ યથાવત રહેશે. ખાસ કરીને, બે દિવસ બાદ ઠંડીથી આંશિક રાહત મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બનર્સને લીધે રહેશે વાદળછાયું વાતાવરણ રહેશે. રાજ્યમાં અનેક વિસ્તારોમાં ધૂંધળું વાતાવરણ રહેશે.
હવામાન વિભાગનાં ડાયરેક્ટ મનોરમા મોહંતીનાં જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં આજથી પવનનાં સુસવાટા સાથે ઠંડી વધશે. આ સાથે કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ ઠંડીમાં વધારો થશે. રાજ્યનાં અનેક વિસ્તારોમાં બેથી ત્રણ દિવસ બાદ વાદળછાયું વાતાવરણ રહેશે. જોકે, રાતનાં તાપમાનમાં કોઇ ફેરફાર થવાની આગાહી નથી. આ ઉપરાંત હવામાન વિભાગે જણાવ્યુ કે, હાલ ગુજરાતમાં વરસાદની આગાહી નથી. જ્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, 23થી 29 જાન્યુઆરી સુધી માવઠાની આશંકા છે. કેટલાક સ્થળે કમોસમી વરસાદ પડી શકે છે. જાન્યુઆરીના અંતમાં કમોસમી વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે.
બીજી બાજુ, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ગુજરાતનાં વાતાવરણ અંગે આગાહી કરી છે. તેમણે જણાવ્યુ છે કે, 24, 25, 26 સુધી ગુજરાતમાં કાતિલ ઠંડીનો મારો રહેશે. ડિસેમ્બરથી અત્યાર સુધી ન પડેલી ખરી ઠંડી હવે પડશે. ઉત્તર ગુજરાતના જિલ્લાવાસીઓ સાવધાન રહેજો. બનાસકાંઠા, પાટણ, મહેસાણા માટે આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં પારો 10 ડિગ્રીથી પણ નીચે ગગડી શકે છે.