Home » photogallery » ahmedabad » Gujarat Weather Updates: ફેબ્રુઆરીના અંત અને માર્ચના પહેલા સપ્તાહમાં વાતાવરણ આવશે પલટો, માવઠાની સંભાવના

Gujarat Weather Updates: ફેબ્રુઆરીના અંત અને માર્ચના પહેલા સપ્તાહમાં વાતાવરણ આવશે પલટો, માવઠાની સંભાવના

Gujarat Weather Updates: માર્ચના પહેલા સપ્તાહથી ઉનાળાની શરૂઆત. આકરી ગરમી વચ્ચે વારંવાર વાતાવરણ બદલાવ જોવા મળશે. ફેબ્રુઆરીના એન્ડ અને માર્ચના પહેલા સપ્તાહમાં વાતાવરણ પલટો આવશે અને વાદળછાયું વાતાવરણ સર્જાશે. સાથે જ માવડું થવાની સંભાવના.

  • 15

    Gujarat Weather Updates: ફેબ્રુઆરીના અંત અને માર્ચના પહેલા સપ્તાહમાં વાતાવરણ આવશે પલટો, માવઠાની સંભાવના

    વિભુ પટેલ, અમદાવાદ: રાજ્યમાં ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાય રહ્યા છે. આગામી 3 દિવસ તાપમાન યથાવત રહેશે અને 3 દિવસ બાદ તાપમાનમાં 2થી 3 ડિગ્રી વધારો થશે. જોકે, અત્યારે  મહત્તમ તાપમાન 35 ડિગ્રીએ પહોચ્યું છે. મોટાભાગના શહેરોનું લઘુતમ તાપમાન પણ 17 ડિગ્રીએ પહોચ્યું છે. ગુજરાતમાં ઉનાળાની શરૂઆત હોળી થતી હોય છે. હોળી બાદ મહત્તમ તાપમાન ધીમે-ધીમે વધતું હોય છે, પરંતુ ચાલુ વર્ષે તો ફેબ્રુઆરી મહિનાથી તાપમાન વધવા લાગ્યું છે અને બપોર થતાં જ ઉનાળાની ગરમીનો અહેસાસ થાય છે. હવે 3 દિવસ બાદ ફરી તાપમાન વધશે.

    MORE
    GALLERIES

  • 25

    Gujarat Weather Updates: ફેબ્રુઆરીના અંત અને માર્ચના પહેલા સપ્તાહમાં વાતાવરણ આવશે પલટો, માવઠાની સંભાવના

    જોકે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે કે, ફેબ્રુઆરીના એન્ડ અને માર્ચના પહેલા સપ્તાહમાં વાતાવરણ પલટો આવશે અને વાદળછાયું વાતાવરણ સર્જાશે. સાથે જ માવડું થવાની સંભાવના છે.

    MORE
    GALLERIES

  • 35

    Gujarat Weather Updates: ફેબ્રુઆરીના અંત અને માર્ચના પહેલા સપ્તાહમાં વાતાવરણ આવશે પલટો, માવઠાની સંભાવના

    હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે કે, આ વર્ષે ઉનાળો આકરો રહેશે. માર્ચ મહિનામાં આકરી ગરમી રહેશે. 4 માર્ચથી ગરમી વધશે. માર્ચ મહિનામાં 40 ડીગ્રીથી ઉપર તાપમાન પહોંચી જશે. 13થી 14 માર્ચમાં હવામાનમાં પલટો આવશે. 18 માર્ચથી ગરમી વધશે. 26 માર્ચ આસપાસ વાદળો સર્જાશે. 25થી 26 દરિયા કિનારે પવનનું જોર રહેશે. માર્ચ મહિનામાં ગરમી, વાદળછાયું વાતાવરણ, દરિયા કિનારે પવન અને હવામાનમાં પલટા ઘણા આવશે.

    MORE
    GALLERIES

  • 45

    Gujarat Weather Updates: ફેબ્રુઆરીના અંત અને માર્ચના પહેલા સપ્તાહમાં વાતાવરણ આવશે પલટો, માવઠાની સંભાવના

    આ વખતે માર્ચ મહિનામાં ગરમીમાં આકરો રહેશે. 18 માર્ચથી 25 એપ્રિલ વચ્ચેનું હવામાન બગડે છે. વૃદ્ધ બાળકો માટે તંદુરસ્ત રહેવા માટે પગલાં લેવા જરૂરી રહેશે. 18થી 25 એપ્રિલમાં બેવડી ઋતુનો અહેસાસ થશે. બેવડી ઋતુના કારણે કૃષિ પાક અને લોકોના સ્વાસ્થ્ય પર અસર પહોંચશે.

    MORE
    GALLERIES

  • 55

    Gujarat Weather Updates: ફેબ્રુઆરીના અંત અને માર્ચના પહેલા સપ્તાહમાં વાતાવરણ આવશે પલટો, માવઠાની સંભાવના

    ફેબ્રુઆરી મહિનાથી તાપમાન વધવા લાગ્યું છે અને બપોર થતાં જ ઉનાળાની ગરમીનો અહેસાસ થાય છે. હવે 3 દિવસ બાદ ફરી તાપમાન વધશે.

    MORE
    GALLERIES