અમદાવાદ: રાજ્યમાં કાતિક ઠંડીનો રાઉન્ડ શરૂ થતાં લોકો ઠુંઠવાઇ રહ્યા છે. રાજ્યમાં સુસવાટા મારતાં પવનની સાથે ઠંડીની તીવ્રતા વધી છે. સાથે જ રાજ્યમાં અનેક શહેરોમાં ગાઠ ધુમ્મસ છવાયેલું જોવા મળી રહ્યું છે. અમદાવાદમાં પણ ધુમ્મસના લીધે હિલ સ્ટેશન જેવો માહોલ અનુભવાયો હતો. અમદાવાદમાં પારો ગગડીને 10 ડિગ્રીએ પહોંચ્યો છે, જ્યારે નલિયામાં 6.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
રાજ્યમાં લધુત્તમ તાપમાનની સાથે મહત્તમ તાપમાનમાં પણ ઘડાટો નોંધાતા દિવસે પણ ઠંડી અનુભવાઇ રહી છે. સાથે જ ધુમ્મસ છવતાં હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ફરી એક વખત ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ઠંડીને લીધે જનજીવનને પણ અસર પડતી જોવા મળી રહી છે. ઠંડીના લીધે લોકો વગર કારણે ઘરની બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે.
હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ઠંડીનો ચમકારો વધી ગયો છે. હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં જોરદાર ઠંડી પડી રહી છે. સતત શીત લહેરને લીધે પ્રવાસીઓને પણ આ કડકડતી ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે.સ્થાનિક લોકો સાંજના સમયે તાપણાનો સહારો લઈ ઠંડીથી બચવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. ઓછાવત્તા અંશે આવી જ સ્થિતિ અહીં સવારના સમયે જોવા મળે છે. સોમવારના લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો અહીં લઘુત્તમ તાપમાન -2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. જેના કારણે અહીં તીવ્ર ઠંડી અને તીવ્ર શીતલહેર જોવા મળી છે. સવારે ઝાકળ થીજી જવાને કારણે ઘાસના મેદાનોમાં બરફની સફેદ ચાદર જોવા મળી હતી.