તો બીજી તરફ, ગુજરાતના હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદ પડે તેવી આગાહી કરી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી 15, 16 અને 17 માર્ચે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદી ઝાપટા આવે તેવી શક્યતા છે.