અમદાવાદ, હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહન્તીએ રાજ્યના હવામાન અંગે આગાહી કરતા જણાવ્યુ કે. આગામી 24 કલાક કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની આગાહી છે. જે બાદ ધીરે ધીરે ગરમીમાં વધારો થઇ શકે છે. દક્ષિણ ગુજરાતનાં વલસાડ, નવસારીના વિસ્તારોમાં સામાન્ય કમોસમી વરસાદની શકયતા છે. આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યુ કે, અન્ય શહેરોમાં વાદળછાયું વાતાવરણ રહેશે પરંતુ વરસાદ નહીં થાય. પરંતુ 24 કલાક બાદ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાશે. જે બાદ બે દિવસ આવું જ વાતાવરણ રહેવાની શક્યતા છે.
તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એપ્રિલમાં કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરી છે. જેમા તેમણે જણાવ્યું છે કે, 3 એપ્રિલથી ઉનાળાની સાથે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડવાની આગાહી કરીને અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, તારીખ 3-8 અને 10 દરમિયાન ગુજરાતમાં વાદળો ફરી આવવાની શક્યતા છે. 14 તારીખ સુધીમાં ફરીથી આંધી, વંટોળ અને ગરમી સાથે કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ રહેશે. કરા પડવાની પણ શક્યતા છે.