અમદાવાદ : રાજ્યમાં મેઘરાજાની સવારીની ગતિ ધીમી પડી છે. ત્યારે હવામાન વિભાગના નિયામક ડો. મનોરમા મોહન્તીએ (Dr, Manorama mohanti) આગાહી કરતા જણાવ્યુ છે કે, રાજ્યમાં ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદની શક્યતા નહિવત છે. આ સાથે તેમણે જણાવ્યું કે, આવતા પાંચ દિવસમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ કક્ષાનો વરસાદ પડવાની શક્યતા છે. તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે (Ambalal Patel rain forecast) ચોથી ઓગસ્ટથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે, રાજ્યમાં ચાલુ વર્ષે અંદાજિત 70.24 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર થયું છે.
રાહત કમિશનર પી. સ્વરૂપે જણાવ્યું હતું કે, રાજ્યમાં ચાલુ વર્ષે અંદાજિત 70.24 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર થયું છે. જ્યારે ભારે વરસાદ (heavy rain in gujarat)થી અસરગ્રસ્ત જિલ્લાઓમાં હાલ ખેડૂતો દ્વારા વાવણી ચાલું છે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે, રાજ્યના 206 ડેમમાં અત્યારે 3,39,027 એમસીએફટી પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશક્તિના 60.74 ટકા છે. રાજ્યમાં 53 ડેમ હાઇએલર્ટ ઉપર, 9 ડેમ એલર્ટ ઉપર અને 17 ડેમ વોર્નિંગ સ્ટેજ ઉપર છે. નર્મદા ડેમમાં 2,62,412 એમસીએફટી પાણી ભરાયું છે.