Home » photogallery » ahmedabad » Gujarat weather forecast: ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં પડશે માવઠું અને ક્યાં પડશે કાળઝાળ ગરમી

Gujarat weather forecast: ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં પડશે માવઠું અને ક્યાં પડશે કાળઝાળ ગરમી

Gujarat weather News: શનિવારે દિવસ દરમિયાન 41.8 ડિગ્રી સાથે ભૂજમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. આ ઉપરાંત અમરેલી, જુનાગઢ, ગાંધીનગર, વડોદરા, સુરતમાં પણ સરેરરાશ મહત્તમ તાપમાન 41 ડિગ્રીથી વધુ નોંધાયું હતું.

विज्ञापन

  • 16

    Gujarat weather forecast: ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં પડશે માવઠું અને ક્યાં પડશે કાળઝાળ ગરમી

    અમદાવાદ: રાજ્યમાં (Gujarat weather Update) ગરમીના (heatwave in Gujarat) ઉતાર ચઢાવ વચ્ચે ફરીથી પારો વધી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, અમદાવાદમાં (Ahmedabad) રવિવારથી બુધવાર દરમિયાન ગરમી 44 ડિગ્રીને પાર થવાની છે. આગાહી પ્રમાણે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. આ સાથે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠાની હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કરવામાં આવી છે. આમ અમદાવાદમાં આગામી ચાર દિવસમાં ગરમીનો વધુ એક રાઉન્ડ અનુભવાશે.

    MORE
    GALLERIES

  • 26

    Gujarat weather forecast: ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં પડશે માવઠું અને ક્યાં પડશે કાળઝાળ ગરમી

    શનિવારે દિવસ દરમિયાન 41.8 ડિગ્રી સાથે ભૂજમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. આ ઉપરાંત અમરેલી, જુનાગઢ, ગાંધીનગર, વડોદરા, સુરતમાં પણ સરેરરાશ મહત્તમ તાપમાન 41 ડિગ્રીથી વધુ નોંધાયું હતું. સુરતમાં મે મહિનામાં પારો 41 ડિગ્રીએ પહોંચ્યો હોય તેવું બે વર્ષ બાદ પ્રથમવાર બન્યું છે.

    MORE
    GALLERIES

  • 36

    Gujarat weather forecast: ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં પડશે માવઠું અને ક્યાં પડશે કાળઝાળ ગરમી

    અમદાવાદમાં આગામી પાંચ દિવસ સુધી 41થી 42 ડિગ્રીની આસપાસ તાપમાન રહેશે. અઠવાડિયા બાદ તાપમાનમાં બેથી ચાર ડિગ્રી સુધીનો વધારો થઇ શકે છે. છેલ્લા દસ વર્ષનો રેકોર્ડ જોઇએ તો 15 મે પછી જ ગરમીનો પારો વધતો જોવા મળ્યો છે. જેમાં મે માસનું ઓલટાઇમ હાઇએસ્ટ તાપમાન 2016માં તારીખ 20મી મેના રોજ 48 ડિગ્રી નોંધાયું છે. આ વર્ષે એપ્રિલ માસમાં 44 ડિગ્રીએ તાપમાન પહોંચ્યું છે. જે છેલ્લા 10 વર્ષનો રેકોર્ડબ્રેક છે.

    MORE
    GALLERIES

  • 46

    Gujarat weather forecast: ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં પડશે માવઠું અને ક્યાં પડશે કાળઝાળ ગરમી

    આ સાથે સુરત શહેરમાં ગરમ પવન સક્રિય થતા એક જ દિવસમાં તાપમાનનો પારો પાંચ ડિગ્રી વધી ગયો હતો. શનિવારે 41 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. હવામાન વિભાગના જણાવ્યા મુજબ શનિવારે સુરતનું અધિકતમ તાપમાન 41 ડિગ્રી, લઘુતમ તાપમાન 27.6 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 26 ટકા, હવાનું દબાણ 10004.3 મિલીબાર અને ઉતર દિશામાંથી કલાકના સાત કિ.મીની ઝડપે ગરમ પવન ફુંકાયા હતા.

    MORE
    GALLERIES

  • 56

    Gujarat weather forecast: ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં પડશે માવઠું અને ક્યાં પડશે કાળઝાળ ગરમી

    સુરત શહેરમાં ગત દિવસોમાં દક્ષિણ-પશ્રિમ દિશામાંથી દરિયાપરના ભેજવાળા પવન ફુંકાતા તાપમાન 34 ડિગ્રીની આજુ બાજુ નોંધાતુ હતુ. શનિવારે ઉતર દિશાના જમીન પરથી ગરમ પવન ફુંકાવવાનું શરૂ થયુ હતુ. જેનાથી ચામડી દઝાડતા તાપ અને હીટવેવથી લોકો હેરાન પરેશાન થઇ ઉઠયા હતા. બપોરના સમયે તો કાળઝાળ ગરમી પડી રહી હતી. જે બાદ મોડી સાંજે રાહતનો અનુભવ થયો હતો.

    MORE
    GALLERIES

  • 66

    Gujarat weather forecast: ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં પડશે માવઠું અને ક્યાં પડશે કાળઝાળ ગરમી

    જો દેશની વાત કરીએ તો, દક્ષિણી અંદમાન સાગરની ઉપર નિમ્ન દબાણનુ ક્ષેત્ર બનવાથી ચક્રવાતી તોફાન આવવાના અણસાર છે. આ તોફાનને અસાની નામ આપવામાં આવ્યુ છે. આ વાવાઝોડુ આંધ્ર પ્રદેશ અને ઓડિશા કિનારે આગામી સપ્તાહની શરૂઆત સુધી પહોંચવાની આશંકા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ વાવાઝોડાની અસર ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં પણ જોવા મળવાની સંભાવના છે. વાવાઝોડાને ધ્યાનમાં રાખતા ઓડિશામાં ચેતવણી જારી કરાઈ છે. આ સમુદ્રી તોફાનના આવવાથી પૂર્વી તટીય રાજ્યોમાં ભારે વરસાદ પડવાના અણસાર છે.

    MORE
    GALLERIES