રાજ્યમાં તાપમાનનો પારો ઊંચો ગયો છે. રાજ્યના લગભગ વિસ્તારમાં તાપમાન ઊંચુ નોંધાયું છે. તેમજ અમદાવાદ, વડોદરા, દ્વારકામાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. તો નલિયામાં હળવો પવન રહેશે. તેમજ અમદાવાદમાં તાપમાન 15 ડિગ્રી, બરોડામાં 16 ડિગ્રીની આસપાસ રહી શકે છે. દ્વારકામાં 18.6 ડિગ્રી તો નલિયામાં 17 ડિગ્રી તાપમાન રહેશે.
હવામાન વિભાગના વડા મનોરમા મોહંતીએ રાજ્યમાં ઠંડીની આગાહી કરતા જણાવ્યું છે કે, "ગુજરાતમાં આગામી ત્રણ દિવસ હવામાન સૂકું રહેવાની આગાહી છે. રાજ્યમાં વરસાદ થવાની સંભાવના નથી. લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં કંઈ મોટો ઘટાડો થવાની સંભાવના નથી. પરંતુ તાપમાન 2-3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. હાલ જે સમય ચાલી રહ્યો છે તેમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થશે, રાત્રી દરમિયાન પડતી ઠંડીમાં આગામી ત્રણ દિવસમાં ઘટાડો થતો જશે."
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરતા જણાવ્યુ હતુ કે, હવે ધીમે-ધીમે રાજ્યમાં ઠંડીના જોરમાં ઘટાડો થવાની આગાહી કરી છે. જેમાં તેમણે માર્ચ સુધીમાં મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચી જવાની સંભાવના વ્યક્ત કરી છે. ફેબ્રુઆરીના બીજા સપ્તાહથી ગરમી જોર પકડશે અને મહત્તમ તાપમાન 36 ડિગ્રી આસપાસ પહોંચી જશે. આ પછી 19 થી 20 ફેબ્રુઆરીએ મહત્તમ તાપમાન વધતું જશે. અને ફેબ્રુઆરીના અંત સુધીમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી થઈ થવાની શકયતા રહેશે.