અમદાવાદ : રાજ્યભરમાં વરસાદી (Gujarat Monsoon 2022 ) માહોલ છવાયું છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ત્યારે સોમવારે 156 તાલુકામાં વરસાદ (Gujarat rain) નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વલસાડના (Valsad rain) ઉમરગામમાં 6.36 ઇંચ વરસાદ વરસ્યો છે. આ સાથે વલસાડના પારડીમાં 5.44 ઇંચ વરસાદ નોંધાયો હતો. ત્યારે હવામાન વિભાગના કહેવા પ્રમાણે રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદ (Gujarat rain forecast) રહેશે. આ દરમિયાન અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ પડી શકે છે. આઠમી જુલાઈના રોજ ભારેથી અતિભારે વરસાદ (Gujarat Heavy rain forecast) પડવાની આગાહી છે.
સોમવારના વરસાદી આંકડની વાત કરીએ તો, સૌથી વધુ વલસાડના ઉમરગામમાં 6.36 ઇંચ વરસાદ વરસ્યો છે. આ સાથે વલસાડના પારડીમાં 5.44 ઇંચ, પલસાણા અને વાપીમાં 4.64 ઇંચ, સુરતના ચોર્યાસીમાં 4.28, સુરત શહેરમાં 3.6 ઇંચ, દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 3.5 ઇંચ જ્યારે અમરેલીના સાવરકુંડલા, જલાલપોરમાં 3 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગન જણાવ્યા પ્રમાણે, હાલ પશ્ચિમ બંગાળમાં એક લો પ્રેસર બન્યું હોવાથી તેની અસર ગુજરાત પર જોવા મળશે. આ લો પ્રેશર મધ્ય પ્રદેશ થઈને ગુજરાત તરફ આવી રહ્યું છે. બીજી તરફ હવામાન વિભાગ તરપથી અમદાવદામાં ભારે વરસાદની કોઈ આગાહી આપવામાં આવી નથી. અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉક્ટર મનોરમા મોહંતીની જણાવ્યા પ્રમાણે, "આગામી પાંચ દિવસમાં આખા ગુજરાતમાં સારો વરસાદ રહેશે. ભારેથી અતિભારે વરસાદ પડવાની પણ સંભાવના છે.
તેમણે જણાવ્યું કે, 8મી જુલાઈના રોજ ખૂબ ભારે વરસાદ પડવાની સંભાવના છે. 7 જુલાઈ અને 8 જુલાઈના રોજ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ પડશે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતના એકાદ જિલ્લામાં પણ ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી શકે છે."
મનોરમા મોહંતિએ વધુમાં જણાવ્યું હતું કે, "હાલ પશ્ચિમ બંગાળમાં એક લો પ્રેશર બન્યું છે. આ લો પ્રેશર મધ્ય પ્રદેશ થઈને ગુજરાત તરફ આવશે. જોકે, ગુજરાત પહોંચવા સુધી આ સિસ્ટમ નબળી પડી જશે પરંતુ ત્યાં સુધીમાં ગુજરાતમાં સારો એવો વરસાદ પડી જશે. અમદાવાદમાં છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવના છે. આજે ચોથી જુલાઈના રોજ માછીમારો માટે કોઈ વોર્નિંગ નથી. પાંચમી જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતમાં માછીમારો માટે વોર્નિંગ રહેશે. છઠ્ઠી જુલાઈથી આખા ગુજરાતના દરિયાકાંઠે માછીમારો માટે વોર્નિંગ રહેશે."