અમદાવાદ: રાજ્યમાં ભરઉનાળે એક પછી એક માવઠાની આગાહી કરવામાં આવી રહી છે. હજુ તો એક માવઠું ગયું જ છે, ત્યાં આજથી બીજા માવઠાની આગાહી કરવામાં આવી છે. માવઠાની આગાહીને પગલે આઇપીએલ રસિકોની પણ ચિંતા વધારી હતી, પરંતુ આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા એક મહત્વની અપડેટ મળી રહી છે. હવામાન વિભાગ અનુસાર, 31 માર્ચે વરસાદની શક્યતા નથી.
હવામાન વિભાગની નવી આગાહી સામે આવતાં IPL મેચના રસિકોને હાશકારો થયો છે. IPL દરમિયાન વરસાદની શક્યતા નહીંવત છે. જ્યારે આગામી બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અને આવતીકાલે રાજ્યના જુદા-જુદા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. કરા પડવાની શક્યતા નહિવતછે. સાથે જ કેટલાક વિસ્તારોમાં ઠંડરસ્ટ્રોમની શક્યતા છે.
ગુજરાતમાં બે દિવસના વિરામ બાદ ફરી એકવાર આજથી માવઠાનો માર શરૂ થવાની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને હવામાન ખાતાએ આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે, આજથી 31મી માર્ચ સુધી ફરી માવઠું પડી શકે છે. પશ્ચિમી વિક્ષેપને કારણે રાજ્યમાં માવઠું થઇ શકે છે. આજથી ત્રણ દિવસ ગુજરાત માટે ભારે રહી શકે છે. જ્યારે હવામાન વિભાગે પણ આગાહી કરતા જણાવ્યુ છે કે, હવામાન વિભાગનું અનુમાન છે કે, 29થી 31 માર્ચમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે થન્ડર સ્ટોમ એક્ટિવિટી થશે અને સામાન્ય વરસાદ થશે.