Home » photogallery » ahmedabad » ગુજરાતીઓ સાચવજો! આજે આ વિસ્તારોમાં ગરમીનો પારો જઇ શકે છે 42 ડિગ્રીને પાર

ગુજરાતીઓ સાચવજો! આજે આ વિસ્તારોમાં ગરમીનો પારો જઇ શકે છે 42 ડિગ્રીને પાર

Gujarat Weather news: ઉત્તર-પશ્ચિમ દિશાથી આવતા પવનના પગલે અમદાવાદમાં (Ahmedabad) 10 વર્ષનું સર્વાધિક 44.2 સે.તાપમાન નોંધાયું હતુ.

विज्ञापन

  • 16

    ગુજરાતીઓ સાચવજો! આજે આ વિસ્તારોમાં ગરમીનો પારો જઇ શકે છે 42 ડિગ્રીને પાર

    અમદાવાદ: રાજ્યમાં (Gujarat weather forecast) ફરી એકવાર અંગ દઝાડતી (heatwave in Gujarat) ગરમી પડી રહી છે. હવામાન વિભાગે (heatwave prediction) આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં હિટવેવની આગાહી કરી છે. આ જિલ્લાઓમાં તાપમાનનો પારો 42 ડિગ્રી સુધી રહી શકે છે. બુધવારે ઉત્તર-પશ્ચિમ દિશાથી આવતા પવનના પગલે અમદાવાદમાં (Ahmedabad) 10 વર્ષનું સર્વાધિક 44.2 સે.તાપમાન નોંધાયું હતુ. તો ભૂજમાં ત્રણ વર્ષનું સૌથી વધુ તાપમાન 43.2 સે. નોંધાયું હતુ.

    MORE
    GALLERIES

  • 26

    ગુજરાતીઓ સાચવજો! આજે આ વિસ્તારોમાં ગરમીનો પારો જઇ શકે છે 42 ડિગ્રીને પાર

    હવામાન વિભાગ મુજબ, 28મી એપ્રિલે રાજ્યના અનેક જિલ્લાઓમાં હિટવેવની શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, સૌરાષ્ટ્રના પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, કચ્છ, રાજકોટ, અમરેલી તથા ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા તથા ગાંધીનગર અને અમદાવાદ જિલ્લામાં યેલો એલર્ટ જાહેર કરાયું છે. આ જિલ્લાઓમાં કો-મોર્બિડ લોકો, વૃદ્ધો તથા નાના બાળકોને તડકામાં બહાર જવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે. આ સાથે લોકોને લાઈટ કલરના અને લૂઝ કોટનના કપડા પહેરવા અને બપોરના સમયે બહાર જતા માથાના ભાગને કવર કરવા કહેવાયું છે.

    MORE
    GALLERIES

  • 36

    ગુજરાતીઓ સાચવજો! આજે આ વિસ્તારોમાં ગરમીનો પારો જઇ શકે છે 42 ડિગ્રીને પાર

    અમદાવાદના દસ વર્ષના તાપમાનની વાત કરીએ તો સૌથી વધુ તાપમાન 30મી એપ્રિલ 20220ના દિવસે 43.8 ડિગ્રી નોંધાયુ હતુ. આ સાથે અમદાવાદમાં આજે પર તાપમાન 42 ડિગ્રીથી ઉપર રહે તેવી આગાહી કરવામાં આવી છે.

    MORE
    GALLERIES

  • 46

    ગુજરાતીઓ સાચવજો! આજે આ વિસ્તારોમાં ગરમીનો પારો જઇ શકે છે 42 ડિગ્રીને પાર

    ગુજરાત સહિત દેશભરમાં ગરમીનો પારો વધી રહ્યો છે. કેટલાક રાજ્યોમાં તાપમાન હવે 45 ડીગ્રીને પાર પહોંચવા લાગ્યું છે. બુધવારે રાજસ્થાનના વનસ્થળીમાં તાપમાન 45.4 ડિગ્રી નોંધાયુ હતું. આ ઉપરાંત બિકાનેર અને ફાલોદીમાં પણ 45.2 ડિગ્રી તાપમાન રહ્યું હતુ. રાજ્યના મોટા ભાગના સ્થળોએ તાપમાન 44 ડિગ્રીથી વધુ રહ્યું હતું. આગામી ચારથી પાંચ દિવસ તાપમાન વધી શકે છે અને હીટવેવની પણ ચેતવણી આપવામાં આવી છે.

    MORE
    GALLERIES

  • 56

    ગુજરાતીઓ સાચવજો! આજે આ વિસ્તારોમાં ગરમીનો પારો જઇ શકે છે 42 ડિગ્રીને પાર

    રાજસ્થાનની જેમ જ દિલ્હીમાં પણ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થયો હતો. દિલ્હીના સફદરજંગમાં મહત્તમ તાપમાન 41.5 ડિગ્રી અને પિતમપુરામાં 43.6 ડિગ્રી, મુંગેશપુરમાં 44.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગુરુવારે દિલ્હીનું મહત્તમ તાપમાન ૪૪ ડિગ્રી સુધી પહોંચવાની આગાહી છે.

    MORE
    GALLERIES

  • 66

    ગુજરાતીઓ સાચવજો! આજે આ વિસ્તારોમાં ગરમીનો પારો જઇ શકે છે 42 ડિગ્રીને પાર

    જ્યારે દેશમાં હવામાન વિભાગે એવી ચેતવણી આપી છે કે, દિલ્હીનું મહત્તમ તાપમાન આગામી દિવસોમાં વધીને 46 ડિગ્રીએ પણ પહોંચી શકે છે. સાથે જ હીટવેવની પણ આગાહી આપવામાં આવી છે. બપોરના સમયે લોકોને તડકામાં ન નીકળવાની અને ઘરોમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે.

    MORE
    GALLERIES