વિભુ પટેલ, અમદાવાદ : રાજ્યમાં (Gujarat weather forecast) છેલ્લા કેટલાક દિવસથી કડકડતી ઠંડી (winter in Gujarat) પડી રહી છે. ઠંડીના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. રાજ્યમાં ઉત રપૂર્વના પવન ફૂંકાય રહ્યા છે. તેજ ગતિએ ફૂંકતા ઠંડા અને સૂકા પવનને કરણે લઘુતમ તાપમાનનો પારો ગગળ્યો છે. ઠંડીના કારણે જનજીવન પ્રભાવિત થયું છે અને લોકો પણ ઠંડીનું જોર ઘટવાની રાહ જોઈએ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે (weather prediction) આગાહી કરી છે કે, આગામી 24 કલાક ઠંડીનું જોર યથાવત રહેશે અને ત્યાર બાદ લઘુતમ તાપમાનમાં વધારો થશે અને ઠંડીનું પ્રમાણ ઘટશે.
ઠંડીનું જોર ઘટવાની સાથે 14 જાન્યુઆરી એટલે કે, ઉતરાયણના દિવસે પવનની ગતિ કેવી રહેશે તેની પણ પતંગરસિયા રાહ જોઈ રહ્યા છે. ત્યારે 14 જાન્યુઆરી એટલે કે, ઉતરાયણના દિવસને લઈ હવામાન વિભાગનું અનુમાન છે કે, પવનની ગતિ 14 જાન્યુઆરી સારી રહેશે. 14 જાન્યુઆરીના પ્રતિ કલાકે 10 થી 15 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. જે પતંગ ચગાવવા માટે પવનની ગતિ સારી કહેવાય છે. જોકે, આજે પણ અમદાવાદ શહેરમાં પવનની ગતિ તેજ છે. પ્રતિ કલાકે 11 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે.
પતંગરસિયા ઉતરાયણની તૈયારી કરી રહ્યા છે આ સાથે પવનની ગતિ સારી રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે. જોકે દર વર્ષે સામાન્ય રીતે ઉતરાયણના બે દિવસ પહેલા પવન સારો હોય અને ઉત્તરાયણના દિવસે બપોર થતા તો પવનની ગતિ સામાન્ય થઈ જાય છે. જેના કારણે પતંગ રસિયા નારાજ થઈ જાય છે. પરંતુ ચાલુ વર્ષે હવામાન વિભાગનું અનુમાન છે કે, પવનની ગતિ સારી રહેશે.