અમદાવાદઃ રાત્રે તથા વહેલી સવારે કાતિલ ઠંડી યથાવત, બહુ જલદી ગરમી આકરું સ્વરૂપ ધારણ કરશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. નલિયામાં રાજ્યનું સૌથી ઓછું 4 ડિગ્રી તાપમાન ગુરુવારે નોંધાયું હતું. આ સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ લઘુત્તમ તાપમાન 15થી ઓછું નોંધાયું હતું. ફેબ્રુઆરીના અંત સુધીમાં મહત્તમ તાપમાનનો પારો 40ની નજીક પહોંચવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. અંબાલાલ પટેલે પણ માર્ચ મહિનામાં લઘુત્તમ તાપમાન 40 ડિગ્રીએ પહોંચશે તેવી આગાહી કરી છે.
અંબાલાલ પટેલે હવે ધીમે-ધીમે રાજ્યમાં ઠંડીના જોરમાં ઘટાડો થવાની આગાહી કરી છે. જેમાં તેમણે માર્ચ સુધીમાં મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચી જવાની સંભાવના વ્યક્ત કરી છે. ફેબ્રુઆરીના બીજા સપ્તાહથી ગરમી જોર પકડશે અને મહત્તમ તાપમાન 36 ડિગ્રી આસપાસ પહોંચી જશે.આ પછી 19 થી 20 ફેબ્રુઆરીએ મહત્તમ તાપમાન વધતું જશે. અને ફેબ્રુઆરીના અંત સુધીમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી થઈ થવાની શકયતા રહેશે.
શુક્રવારે માઉન્ટ આબુમાં તાપમાન માઈનસમાં નોંધાયું હતું. ઠંડીનું પ્રમાણ અહીં વધુ હોવાથી લોકો ઠંડીથી બચવાના પ્રયાસ કરતા નજરે પડી રહ્યા છે. સવારમાં વધારે ઠંડી હોવાના કારણે સામાન્ય જનજીવન અને ધંધા-રોજગારની મોડી શરુઆત થઈ રહી છે. આ સાથે સાંજે પણ બજારોમાં બેસીને ધંધો કરનારા મોડી સાંજ સુધી બેસવાનું ટાળી રહ્યા છે.