Home » photogallery » ahmedabad » Gujarat Weather Forecast: જાણો, ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનાનાં બે સપ્તાહમાં કેવી રહેશે ઠંડી?

Gujarat Weather Forecast: જાણો, ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનાનાં બે સપ્તાહમાં કેવી રહેશે ઠંડી?

Gujarat Weather update:આ ઉપરાંત હવામાનની આગાહી પ્રમાણે, આ મહિનાનાં પહેલા સપ્તાહમાં ઠંડી 11થી 12 ડિગ્રી થવાની આગાહી છે જ્યારે બીજા સપ્તાહમાં ઠંડી ફરીથી ઘટવાની આગાહી કરવામાં આવી છે.

 • News18 Gujarati
 • |
 • | Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
विज्ञापन

 • 16

  Gujarat Weather Forecast: જાણો, ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનાનાં બે સપ્તાહમાં કેવી રહેશે ઠંડી?

  અમદાવાદ: રાજ્યમાં સાઇક્લોનિક સરક્યુલેશનની અસર ઘટતાં વાતાવરણ સ્વચ્છ બન્યું છે. આજે સવારથી ઠંડા પવનો ફૂંકાઇ રહ્યા છે. જેના કારણે ઠંડીનો પારો ગગડી રહ્યો છે. રાજ્યનાં મોટા ભાગનાં વિસ્તારોમાં ઠંડીનો પારો ઘટી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગનાં જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં ચાર દિવસ સુકૂં વાતાવરણ રહેશે. આ ઉપરાંત હવામાનની આગાહી પ્રમાણે, આ મહિનાનાં પહેલા સપ્તાહમાં ઠંડી 11થી 12 ડિગ્રી થવાની આગાહી છે જ્યારે બીજા સપ્તાહમાં ઠંડી ફરીથી ઘટવાની આગાહી કરવામાં આવી છે.

  MORE
  GALLERIES

 • 26

  Gujarat Weather Forecast: જાણો, ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનાનાં બે સપ્તાહમાં કેવી રહેશે ઠંડી?

  અમદાવાદમાં ઠંડીની વાત કરીએ તો, ત્રણ દિવસમાં અમદાવાદનું મહત્તમ તાપમાન 27.5 ડિગ્રી થયુ હતુ. જ્યારે લઘુતમ તાપમાન 17.5 ડિગ્રી ગગડી મંગળવારે 14.7 ડિગ્રીએ પહોંચતાં 3 ડિગ્રીનો ઘટાડો થયો હતો. તેમ જ સાંજ પડતાં ઠંડા પવન શરૂ થતાં ઠંડીનો ચમકારો વધ્યો હતો.

  MORE
  GALLERIES

 • 36

  Gujarat Weather Forecast: જાણો, ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનાનાં બે સપ્તાહમાં કેવી રહેશે ઠંડી?

  ગઇકાલે હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું હતું કે, આગામી ચાર દિવસ હવે માવઠાની શક્યતા નહીવત છે. ચાર દિવસ સુધી રાજ્યનું વાતાવરણ સુકૂં રહેશે. નોંધનીય છે કે, રાજ્યમાં છેલ્લા થોડા દિવસમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાતાવરણમાં પલટાના કારણે કમોસમી વરસાદ પડ્યો હતો. જેના કારણે ખેડૂતો ઉભા પાકને કારણે ચિંતામાં મુકાયા હતા.

  MORE
  GALLERIES

 • 46

  Gujarat Weather Forecast: જાણો, ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનાનાં બે સપ્તાહમાં કેવી રહેશે ઠંડી?

  શિયાળાની ઋતુમાં કડકડતી ઠંડી વચ્ચે અચાનક વાતાવરણમાં પલ્ટો આવતા માવઠું થયું હોવાથી રાજ્યનાં ખેડૂતોએ પાક વાવેતર કરેલ રવિપાકને મોટાપાયે નુકસાન પહોંચ્યું છે. ભાવનગર સહિત ગુજરાતભરના મોટાભાગના જીલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ હોય અને છુટા છવાયા વરસાદી ઝાંપટા પડયા હોવાથી ખેડૂતો ચિંતાતૂર બન્યા છે.

  MORE
  GALLERIES

 • 56

  Gujarat Weather Forecast: જાણો, ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનાનાં બે સપ્તાહમાં કેવી રહેશે ઠંડી?

  ચાલુ વર્ષે ચોમાસાની ઋતુ દરમિયાન સારો વરસાદ પડયો હતો.જેના કારણે શિયાળુ પાક વાવેતર માટે ખેડૂતોને પિયતની સમસ્યા ટળી હોવાથી પુષ્કળ પ્રમાણમાં ખેડૂતોએ રવિપાકનું વાવેતર કર્યું હતું. ભાવનગર જિલ્લાના તળાજા અને મહુવા પંથકના સહિતના વિસ્તારોમાં સિંચાઇના પાણીની સમસ્યાનું નિરાકરણ થતા ખેડૂતો એ શિયાળુ પાકનું વાવેતર કર્યું હતું અને ચાલુ વર્ષે ચોમાસામાં સારા પડેલ વરસાદથી ખેડૂતોએ સારી માત્રામાં શિયાળુ ઉત્પાદન થશે તેવી આશા સેવી હતી. પરંતુ હાલ વાતાવરણમા પલ્ટો આવતા કમોસમી વરસાદ થયો છે. જેના કારણે ખેડૂતોના સારા પાક ઉત્પાદનની આશા પર પાણી ફરી વળ્યું છે.

  MORE
  GALLERIES

 • 66

  Gujarat Weather Forecast: જાણો, ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનાનાં બે સપ્તાહમાં કેવી રહેશે ઠંડી?

  અતીશય ઠંડી તેમજ બર્ફીલા પવનને કારણે આંબામાં કેરીના બંધારણને પણ નુકશાન થઇ રહ્યુ છે. આંબા પર મોર સમયસર હતા પણ એક ધારી ઠંડી તેમજ પવનની ગતી તેમજ ઠંડા પવનને કારણે કેરીના પાકને નુકશાન થઇ રહ્યુ છે. ખેડુતોના મતે ચાલુ સાલે કેરીની આવક પણ ઘટશે.

  MORE
  GALLERIES