અમદાવાદ: દેશના ઉત્તરભાગમાં થયેલી હિમવર્ષાની અસર ગુજરાત પર પણ થઇ છે. રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાયતા તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. ઠંડા અને સૂકા પવન ફૂંકાતા વહેલી સવારે ઠંડીનો અહેસાસ થાય છે. શનિવારે રાજ્યનાં અનેક વિસ્તારોમાં ઠંડીનો પારો ગગડ્યો હતો. તાપમાનની વાત કરીએ તો, ગાંધીનગરનું લઘુતમ તાપમાન 13.2 ડીગ્રી નોંધાયું હતુ. આ સાથે<br />અમદાવાદનું લઘુતમ તાપમાન 14.5 ડિગ્રી નોંધાયું હતુ.
શનિવારે અમદાવાદનું લઘુતમ તાપમાન 14.5 ડિગ્રી નોંધાયું હતુ. અમરેલી તાપમાન 14.4 ડીગ્રી, વડોદરાનું લઘુતમ તાપમાન 14.4 ડીગ્રી, ડીસાનું લઘુતમ તાપમાન 16 ડીગ્રી નોંધાયું હતુ. આ સાથે નલિયાનું લઘુત્તમ તાપમાન 16.4 ડીગ્રી, ભાવનગરનું લઘુતમ તાપમાન 16.6 ડિગ્રી, રાજકોટનું લઘુતમ તાપમાન 16.7 ડીગ્રી, ભુજનું લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી નોંધાયું હતુ.
જોકે, રાજ્યમાં બપોર થતાં જ તાપ પણ લાગે છે અને બેવડી ઋતુનો અહેસાસ થાય છે. જોકે, હવે તો ધીમે-ધીમે તાપમાન ઘટતું જશે. રાજ્યમાં છેલ્લા એક સપ્તાહમાં લઘુતમ તાપમાન 3થી 4 ડીગ્રી ઘટી ગયું છે. અમદાવાદ શહેરમાં એક સપ્તાહ પહેલા 17.6 ડીગ્રી તાપમાન હતું, જે ઘટીને અમદાવાદનું લઘુતમ તાપમાન 14.5 ડીગ્રી નોંધાયું હતુ. શનિવારની વહેલી સવારથી જ અમદાવાદ શહેરમાં ઠંડા પવનો ફૂંકાયા છે અને લોકોએ ઠંડીનો અહેસાસ કર્યો હતો.