અમદાવાદઃ દેશમાં ચોમાસું કેવું રહેશે તે અંગે કેન્દ્રીય હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં 96% વરસાદ સાથે ચોમાસું સામાન્ય રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે ગુજરાતના આગામી પાંચ દિવસના હવામાન અંગેની શક્યતાઓ વ્યક્ત કરીને અમદાવાદ હવામાન કેન્દ્રના ડિરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે, રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી હવામાન સૂકું રહેવાની શક્યતાઓ છે, પરંતુ જોકે, લોકલ કન્વેક્ટિવિટી એક્ટિવિટીની હાલ સંભાવના નથી, જો શક્યતાઓ દેખાશે તો તે અંગેની માહિતી આપવામાં આવશે. જોકે, તેમણે આગામી દિવસોમાં વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. (IMD)
ચોમાસા અંગે વાત કરતા પણ મનોરમા મોહંતીએ જણાવ્યું કે દેશના હવામાન વિભાગે ગુજરાતમાં ચોમાસું સામાન્ય કરતા નબળું રહેવાની સંભાવના વ્યક્ત કરી છે, આ સાથે ગુજરાતમાં ચોમાસાના આગમનની તારીખ અંગે વાત કરીને તેમણે જણાવ્યું છે કે, કેરળમાં ચોમાસું બેસી જાય અને તે મુંબઈ પહોંચે પછી ગુજરાત અંગેની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવશે. (ફાઈલ તસવીર)