વિભૂ પટેલ, અમદાવાદા : રાજ્યમાં કાળઝાળ ગરમી (Summer) પડી રહી છે.આકાશમાંથી અગન વર્ષા થતી હોય હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે.ગરમી માંથી (Heat) રાહત મળે તેવા કોઈ એંધાણ દેખાતા નથી.રાજ્યમાં મહત્તમ તાપમાનનો પારો 45 ડિગ્રીએ (Gujarat Maximum Temperature) પહોંચ્યો છે.હજુ ઉનાળાના 54 દિવસ બાકી છે.એટલે ચાલુ વર્ષનો ઉનાળો આકરા રહેવાનું હવામાન વિભાગે (Gujarat Weather Forecast) પહેલા અનુમાન જાહેર કર્યું હતું.અને તે પ્રમાણે ઉનાળઆ તાપમાન નોંધાયા રહ્યું છે.એપ્રિલના અંતમાં તાપમાન 44 થી 45 ડિગ્રી નોંધાતુ હોય છે પરંતુ ચાલુ વર્ષે તો એપ્રિલના પ્રથમ સપ્તાહમાં જ તાપમાન 45 ડિગ્રીએ પહોંચ્યું છે.
<br />હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમાં મોહન્તિએ જણાવ્યું છે કે રાજ્યમાં આગામી 48 કલાક સીવીયર હિટવેવની (Sevier Heat Wave Alert in Gujarat) આગાહી આપવામાં આવી છે.અમદાવાદ (Ahmedabad ) બનાસકાંઠા (Banaskatha) પાટણ (Patan) સુરેન્દ્રનગર (Surendranagar) મોરબી પોરબંદર (Porbandar) જૂનાગઢ (Junagadh) કચ્છમાં (Kutch) ઓરેન્જ એલર્ટ (Oranage Alert) રહેશે.એટલે કે 43 થી 45 ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાશે.તેમજ મહેસાણા, ગાંધીનગર, રાજકોટ અમરેલી સહિતના વિસ્તારોમાં યેલો એલર્ટ (Yellow Alert) આપવામાં આવ્યું છે.એટલે કે તાપમાન 41 થી 43 ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના વ્યક્ત કરી છે
રાજ્યમાં ઉત્તર પશ્ચિમ પવન ફૂંકાતા જ રાજ્યમાં મહત્તમ તાપમાનો પારો ઊંચે ચડ્યો છે.ગઇકાલે સિઝલનો સૌથી ગરમી દિવસ રહ્યો.કંડલા એરપોર્ટનું તાપમાન 45 ડિગ્રી નોંધાયું હતું.તો 10 શહેરોનું તાપમાંન 43 ડિગ્રી આસપાસ નોંધાયું હતું.અને હજુ પણ આગામી બે દિવસ તો તાપમાન અને હિટવેવની સ્થિતિ યથાવત રહેશે.હિટવેવમાં બપોરના 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું જોઈએ.