અમદાવાદ: હાલ રાજ્યમાં ગરમી અને ઠંડી એમ બેવડી મોસમનો અનુભવ થઇ રહ્યો છે. ત્યારે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ પણ છવાયો છે. નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના વાતાવરણમાં આવ્યો પલટો આવ્યો હતો. વાંસદા ટાઉન ખડકાલા સર્કલ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. જેના કારણે જગતના તાતને પોતાના પાકમાં નુકસાનની ભીતી સેવાઇ રહી છે. આ સાથે હવામાન વિભાગે રાજ્યમાં હજી બે દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટાં પડવાની આગાહી કરી છે.
નવસારીના વરસાદની વાત કરીએ તો, નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના વાતાવરણમાં પલટો આવ્યો છે. વાંસદા ટાઉન ખડકાલા સર્કલ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. સાંજ બાદ અચાનક વરસાદ પડતા ખેડૂતોમાં પણ ચિંતા વધી છે. સ્થાનિક ખેડૂતોનાં નાગલી, ડાંગર જેવા પાકોને નુકસાન થવાની ભીતિ વ્યાપી રહી છે.
રાજ્યમાં પ્રવાસન માટે જાણીતા ડાંગ વિસ્તારમાં પણ વાતાવરણમાં પલટો આવતાં આહલાદક દ્રશ્યો સર્જાયા છે. જે પ્રવાસીઓને ચોક્કસથી આકર્ષશે. ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. વાતાવરણ બદલાતા ઠંડીનો ચમકારો વધ્યો છે અને વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેના લીધે સાપુતારા ફરવા આવેલા લોકોનો આનંદ બમળો થયો છે.
હવે ઠંડી માટે પણ તૈયાર થઈ જજો. નવેમ્બરની શરૂઆત ઠંડીની શરૂઆત થઈ જવાનું હવામાન નિષ્ણાતનું અનુમાન છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે, ઓક્ટોબર મહિનાના અંત સુધી બેવડી ઋતુનો અહેસાસ થશે. આ શિયાળની ઋતુમાં તાપમાનમાં કોઈ મોટા ઉત્તર ચડાવ નહીં રહે. દર વર્ષે શિયાળામાં ઠંડીનો અનુભવ થતો હોય, તેવો આ શિયાળો રહેવાનું અનુમાન છે. ઝાકળનું પ્રમાણ મધ્યમ રહેશે અને શિયાળાની શરૂઆત નબેમ્બરના પહેલા સપ્તાહથી જઈ જશે. નવેમ્બરની શરૂઆતથી ઠંડીનો અહેસાસ થવા લાગશે.