Home » photogallery » ahmedabad » Gujarat weather update: હાશ! ત્રણ દિવસ માવઠાનું સંકટ ટળ્યું, આ તારીખથી ગુજરાતને ફરી ઘમરોળશે વરસાદ

Gujarat weather update: હાશ! ત્રણ દિવસ માવઠાનું સંકટ ટળ્યું, આ તારીખથી ગુજરાતને ફરી ઘમરોળશે વરસાદ

Gujarat Weather forecast: કમોસમી વરસાદને કારણે ખેડૂત તેમજ ગૃહિણીઓના બંન્નેના બજેટ ખોરવી નાખ્યું છે.

  • News18 Gujarati
  • |
  • | Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India

  • 17

    Gujarat weather update: હાશ! ત્રણ દિવસ માવઠાનું સંકટ ટળ્યું, આ તારીખથી ગુજરાતને ફરી ઘમરોળશે વરસાદ

    અમદાવાદ: રાજ્યમાં હાલ વાતાવરણમાં અનેકવાર પલટાં આવી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગની આગાહીએ લોકોને આંશિક હાશકારો આપ્યો છે. રાજ્યનું હવામાન આગામી ત્રણ દિવસ સુકૂં રહેવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે તે બાદ ફરીથી રાજ્યમાં માવઠાનું સંકંટ છવાવવાની આગાહી કરવામાં આવી છે.

    MORE
    GALLERIES

  • 27

    Gujarat weather update: હાશ! ત્રણ દિવસ માવઠાનું સંકટ ટળ્યું, આ તારીખથી ગુજરાતને ફરી ઘમરોળશે વરસાદ

    હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં તારીખ 26થી 30મીની સવાર સુધી હવામાન સાફ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ હવામાન કેન્દ્રના વૈજ્ઞાનિક વિજીનલાલે આગાહી કરતા જણાવ્યું હતું કે, 30મી તારીખની સવાર સુધીમાં રાજ્યમાં વરસાદની સંભાવના નથી. જોકે, તે બાદ વધુ એક સર્ક્યુલેશન આવી રહ્યું હોવાનું પણ તેમણે જણાવ્યું છે. સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. આગામી 30 અને 31 માર્ચે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે.

    MORE
    GALLERIES

  • 37

    Gujarat weather update: હાશ! ત્રણ દિવસ માવઠાનું સંકટ ટળ્યું, આ તારીખથી ગુજરાતને ફરી ઘમરોળશે વરસાદ

    હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 30 તારીખે રાજકોટ, જામનગર, દ્વારકા અને કચ્છમાં વરસાદ થશે. 31 તારીખે પોરબંદર, અમરેલી, જૂનાગઢ, દ્વારકામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે અને અમદાવાદ, ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરાઈ છે.

    MORE
    GALLERIES

  • 47

    Gujarat weather update: હાશ! ત્રણ દિવસ માવઠાનું સંકટ ટળ્યું, આ તારીખથી ગુજરાતને ફરી ઘમરોળશે વરસાદ

    ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી પડી રહેલા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. જેના પગલે ચાલુ વર્ષે બજારમાં ઘઉંના ભાવ ઉંચા રહે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ વરસેલા કમોસમી વરસાદથી કૃષિ ઉત્પાદનને માઠી અસર પડી છે. ઘઉંની સિઝન વખતે જ માવઠાને કારણે ગુણવતા અને ઉત્પાદન પર અસર પડી છે. સિઝન વખતે જ આવક ઓછી થઈ રહી છે. આ સાથે લોકો પણ હાલ ઘઉં લેવાનું ટાળી રહ્યા છે.

    MORE
    GALLERIES

  • 57

    Gujarat weather update: હાશ! ત્રણ દિવસ માવઠાનું સંકટ ટળ્યું, આ તારીખથી ગુજરાતને ફરી ઘમરોળશે વરસાદ

    તો બીજી બાજુ, કવાંટ તાલુકાના જાંબલી ગામના એક વિસ્તારમાં ઉનાળાની શરૂઆત થતા દર વર્ષે પીવાના પાણીની સમસ્યા થાય છે. ગામના તમામ બોરમાં હાલ જળ સ્ત્રાવ નીચે જતા રહેતા પાણીની તંગી ઊભી થઇ છે. લોકોને પોતાના વાહન દ્વારા દૂરથી પાણી લાવવું પડે છે તો કેટલીક મહિલાઓને એક બોરથી બીજા બોર પર પાણી મેળવવા ભટકવુ પડે છે. સરકારની નલ એ જળ યોજના પણ આ ગામમાં નિષ્ફળ નીવડી છે. આજ દિન સુધી તેમાં એક ટીપું પાણી આવ્યું નથી તેવું ગામના લોકોનું કહેવું છે.

    MORE
    GALLERIES

  • 67

    Gujarat weather update: હાશ! ત્રણ દિવસ માવઠાનું સંકટ ટળ્યું, આ તારીખથી ગુજરાતને ફરી ઘમરોળશે વરસાદ

    ખંભાળિયા તાલુકાના અનેક વિસ્તારોમાં મોટાભાગના ખેડૂતો શાકભાજીની ખેતી કરે છે. ત્યારે માવઠું પડવાથી શાકભાજીનો પાક જેવો કે કોબી, ફ્લાવર, મૂડી, રીંગણી મરચી, રતાળુ જેવા પાકમાં જીવાત બેસી ગઈ છે. તેમ જ વધુ પડતાં પાણીને લીધે મોટાભાગનો પાક બળી ગયો છે. જેના કારણે ખેડૂતને મોટે પાયે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.

    MORE
    GALLERIES

  • 77

    Gujarat weather update: હાશ! ત્રણ દિવસ માવઠાનું સંકટ ટળ્યું, આ તારીખથી ગુજરાતને ફરી ઘમરોળશે વરસાદ

    તો બીજી બાજુ, શાકભાજીના પાકમાં નુકસાની થતાં છૂટક બજારમાં શાકભાજીની માંગ વધી છે. તેના ભાવ વધતા ગૃહિણીઓનું પણ બજેટ ખોરવાયું છે. એટલે કમોસમી વરસાદને લીધે ખેડૂત તેમજ ગૃહિણીઓના બંન્નેના બજેટ ખોરવી નાખ્યું છે. ત્યારે ખેડૂત સરકાર પાસે તાત્કાલિક સહાયની માંગ કરી રહ્યા છે.

    MORE
    GALLERIES