અમદાવાદ: રાજ્યમાં હાલ ગુજરાતીઓને એક જ દિવસમાં ત્રણેવ ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ચાર દિવસ વાતાવરણ યથાવત રહેશે. રાજ્યનાં કેટલાક વિસ્તારોમાં સૂસવાટાભેર પવન અને ગાજવીજ સાથે કરા સહિત માવઠું થઇ શકે છે. તો બીજી બાજુ અંબાલાલ પટેલે હાલના વાતાવરણ અંગે જણાવ્યુ છે કે, સાકલોનિક સર્ક્યુલેશનની અસર રાજ્યના વાતાવરણ પર જોવા મળી રહી છે. હજુ પણ 22 માર્ચ સુધી અમુક ભાગમાં કમોસમી વરસાદ થશે. આ બદલાતા વાતાવરણને કારણે ખેડૂતોને તૈયાર પાક પલળી રહ્યો છે. તેમને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે 23 જિલ્લામાં કમોસમી વરસાદ વરસશે. આજે પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, વલસાડ, દાદરા નગરહવેલી, સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર, અમરેલી, ભાવનગર, કચ્છમાં માવઠાની આગાહી કરવામાં આવી છે.
આવતી કાલે, 21 માર્ચનાં રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, કચ્છમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે સામાન્ય વરસાદ થવાની આગાહી છે. 22 માર્ચના બનાસકાંઠા, સાબરકાંઠા, જામનગર,પરોબંદર, જુનાગઢ, અમરેલી, ભાનવગર, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફુકાશે અને ગાજવીજ સાથે સામાન્ય વરસાદ થશે. 23 માર્ચના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, જામનગર,પરોબંદર, જુનાગઢ, અમરેલી, ભાનવગર, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફુકાશે અને ગાજવીજ સાથે સામાન્ય વરસાદ થઇ શકે છે.
તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, માવઠાના મારથી છુટકારો મળે તો સારું છે પરંતુ વારંવાર સિસ્ટમ બની રહી છે. જેના કારણે માવઠું થઈ રહ્યું છે. હજી પણ 22 માર્ચ સુધી માવઠું યથાવત રહેશે. 20 માર્ચથી માવઠામાંથી મોટા ભાગના વિસ્તારને છૂટકારો મળશે અને ત્યાર બાદ ગરમીનું પ્રમાણ વધશે. તેમણે એવુ પણ જણાવ્યુ કે, ગરમીના કારણે ફરી વાતાવરણ પલટો આવશે 26થી 28 માર્ચના ફરી સિસ્ટમ સક્રિય થશે. બંગાળના ઉપસાગરની અસર થશે અને અરબી સમુદ્રનો ભેજ ગુજરાત તરફ આવશે. જેના કારણે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત , સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં કમોસમી વરસાદ થશે.
હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સતત કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ભર ઉનાળે ધોધમાર વરસાદ વરસતા ખેતીમાં ભારે નુકસાની થઈ રહી છે. ખાસ કરીને કચ્છની કેસર કેરીના ફળ હજુ ફૂટવાના શરૂ થયા હતા ત્યાં કમોસમી વરસાદ સાથે પડેલા કરાએ કેરીનો પાક મોટેભાગે નષ્ટ કર્યું છે. કચ્છના ખેડૂતોનો કેરીનો પાક 10થી 20 ટકા જેટલો જ બચ્યો છે.
ગુજરાતીઓ હાલ કેરીની રાહ જોઇને બેઠા છે ત્યારે આ વાતાવરણનાં પલટાને કારણે કેરીના પાકને પણ નુકસાન થવાની ભીતી છે. સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના ગીર બોર્ડરના ગામોમાં કમોસમી વરસાદને કારણે આંબા વાડિયાઓમાં મોટું નુકસાન પહોંચ્યું છે. ઉના ગીરગઢડા અને તાલાળા તાલુકાના ગામોમાં વરસાદ પડવાના કારણે કેસર કેરીમાં નુકશાન થયુ છે. તો તલ, મગ, ઘઉં અને બાજરીમાં પણ નુકશાન થયું છે. જેના કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો ઝુંટવાઈ જવાની સ્થિતિ સર્જાઇ છે.
રવિવારે મોડી સાંજે ગાંધીનગર અને અમદાવાદનાં વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. ગાંધીનગરના ઘણા વિસ્તારોમાં તેજ પનવ, કરા સાથે વરસાદ વરસ્યો હતો. ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાતા ખેડૂતોમાં પણ ચિંતા પ્રસરી છે. ખેડૂતોને પાકના નુકસાનની ભીતિ છે. આ ઉપરાંત મોડી રાતે અમદાવાદનાં વિવિધ વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. શહેરના પ્રહલાદનગર, બોડકદેવ, SG હાઈવે, વેજલપુર, મકરબા, સેટેલાઈટ, નારોલ, નિકોલ, બાપુનગરમાં માવઠું થયું હતું.in
હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સતત કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ભર ઉનાળે ધોધમાર વરસાદ વરસતા ખેતીમાં ભારે નુકસાની થઈ રહી છે. ખાસ કરીને કચ્છની કેસર કેરીના ફળ હજુ ફૂટવાના શરૂ થયા હતા ત્યાં કમોસમી વરસાદ સાથે પડેલા કરાએ કેરીનો પાક મોટેભાગે નષ્ટ કર્યું છે. કચ્છના ખેડૂતોનો કેરીનો પાક 10થી 20 ટકા જેટલો જ બચ્યો છે.a