વિભુ પટેલ, અમદાવાદ: રાજ્યમાં ઉતર પશ્ચિમના પવન ફૂંકાઇ રહ્યા છે. જેના કારણે ગુજરાતમાં ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે પરંતુ ઉનાળો અને ચોમાસું સાથે ચાલતો હોય તેવું લાગી રહ્યુ છે. માવઠું થયા બાદ ફરી તાપમાન વધશે. જે બાદ ફરી માવઠું થશે છે. ઉનાળાનો એક મહિનો તો માવઠાંમાં જ પસાર થયો છે. હવે એપ્રિલ શરૂ થયાને બે દિવસ થયા છે. ત્યારે આ મહિને પણ વારંવાર પલટો આવવાના એંધાણ છે. એપ્રિલ શરુ થયો છે હજુ તો ઉનાળાની ગરમીનો અહેસાસ થવાનો શરુ થાય ત્યાં માવઠાની આગાહી પણ કરવામાં આવી છે. રાજ્યમાં 5 અને 6 એપ્રિલના રોજ કમોસમી વરસાદ થવાની શક્યતા છે.