Home » photogallery » ahmedabad » Gujarat Rain forecast: ગુજરાતમાં કયા વિસ્તારમાં બગડશે રવિવારની મઝા? જાણો આજે ક્યાં પડશે વરસાદ

Gujarat Rain forecast: ગુજરાતમાં કયા વિસ્તારમાં બગડશે રવિવારની મઝા? જાણો આજે ક્યાં પડશે વરસાદ

Gujarat weather update: ગુજરાતમાં વરસાદના આંકડાની વાત કરીએ તો, રાજ્યમાં અત્યાર સુધીમાં 120.76 ટકા વરસાદ ખાબક્યો છે.

विज्ञापन

  • 15

    Gujarat Rain forecast: ગુજરાતમાં કયા વિસ્તારમાં બગડશે રવિવારની મઝા? જાણો આજે ક્યાં પડશે વરસાદ

    અમદાવાદ: રાજ્યમાં વરસાદની વિદાય વચ્ચે ફરીથી મેઘરાજા મહેરબાન થયા છે. સાયક્લોનિક સરક્યુલેશન અને મોનસૂન વિડ્રોઅલ સિસ્ટમના કારણે હાલ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. 9 ઓક્ટોબર સુધી એટલે આજ સુધી રાજ્યમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, આજે શરદ પૂનમના દિવસે, સામાન્ય વરસાદી માહોલ જોવા મળશે. સાથે જ 30-40 કિમીની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. વરસાદના આંકડાની વાત કરીએ તો, રાજ્યમાં અત્યાર સુધીમાં 120.76 ટકા વરસાદ ખાબક્યો છે.

    MORE
    GALLERIES

  • 25

    Gujarat Rain forecast: ગુજરાતમાં કયા વિસ્તારમાં બગડશે રવિવારની મઝા? જાણો આજે ક્યાં પડશે વરસાદ

    હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે, 9 ઓક્ટોબરના રોજ સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. એટલે કે આજે પણ રાજ્યમાં વરસાદી માહોલ જળવાઈ રહેશે. નોંધનીય છે કે, સતત ત્રીજા દિવસે મેઘરાજાએ વરસાદ વરસાવ્યો હતો. બપોર સુધી વાતાવરણમાં ઉકળાટ ફેલાયો હતો. બપોરેથી સુર્યના કિરણોને ઝાંખા પાડીને કાળા ડીબાંગ વાદળો વડોદરા શહેરના આકાશમાં છવાઈ ગયા હતા. એવામાં જોતજોતામાં વીજ કડાકા-ભડાકા સાથે મેઘમહેર શરૂ થઈ ગઈ હતી. વરસાદને કારણે ગરમીનો પારો 1.4 ડિગ્રી ઘટતા 30 ડિગ્રી થયો હતો. જ્યારે લઘુત્તમ તાપમાન 0.8 ડિગ્રી ઘટતા 24.2 ડિગ્રી નોંધાયુ હતુ અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

    MORE
    GALLERIES

  • 35

    Gujarat Rain forecast: ગુજરાતમાં કયા વિસ્તારમાં બગડશે રવિવારની મઝા? જાણો આજે ક્યાં પડશે વરસાદ

    આ વર્ષે ગુજરાત પર મેઘો મહેરબાન જોવા મળ્યો છે. રાજ્યમાં સરેરાશ 120.76 ટકા વરસાદ ખાબક્યો છે. જ્યારે સૌથી વધુ કચ્છમાં 186.1 ટકા, ઉત્તર ગુજરાતમાં 121.93 ટકા, પૂર્વ ગુજરાતમાં 98.71 ટકા, સૌરાષ્ટ્રમાં 109.75 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 133.50 ટાક વરસાદ નોંધાયો છે. બીજી તરફ પાક લેવાની સિઝનમાં વરસાદ પડતા ગીર સોમનાથના ખેડૂતોની માઠી બેઠી છે. ગત મોડી રાત્રે આવેલા વરસાદે અનેક ખેડૂતો મગફળીના પાથરા પલળી ગયા છે. તૈયાર થયેલા મગફળીના પાક પર પાણી ફરી વળતા ખેડૂતોના મોઢે આવેલો કોળીયો છીનવાયો છે.

    MORE
    GALLERIES

  • 45

    Gujarat Rain forecast: ગુજરાતમાં કયા વિસ્તારમાં બગડશે રવિવારની મઝા? જાણો આજે ક્યાં પડશે વરસાદ

    રાજ્ય પર વરસાદની વધુ એક સિસ્ટમ સક્રિય થતાં મેઘરાજા જતાં-જતાં પણ જમાવટ કરી જશે. હવામાન વિભાગે 23 અને 24 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે 23મી સપ્ટેમ્બરે અમદાવાદમાં છુટાછવાયો વરસાદ રહેશે. વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યાં જ આજે બારડોલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે.

    MORE
    GALLERIES

  • 55

    Gujarat Rain forecast: ગુજરાતમાં કયા વિસ્તારમાં બગડશે રવિવારની મઝા? જાણો આજે ક્યાં પડશે વરસાદ

    હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં હજી 11મી ઓક્ટોબર સુધી વરસાદી માહોલ યથાવત રહેશે. આ દરમિયાન અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા અને મહેસાણામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ભાવનગરના અનેક વિસ્તારમાં અસહ્ય ઉકળાટ બાદ વરસાદ વરસ્યો છે. ચોમાસાની વિદાય વચ્ચે હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના અનેક ભાગોમાં હજુ વરસાદ થવાની શક્યતા જાહેર કરી છે.

    MORE
    GALLERIES