અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ સાથે કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે 28 અને 29 તારીખે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે અમદાવાદ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને માછીમારોને પણ વોર્નિગ આપવામાં આવી છે.
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડિરેક્ટર મનોરમા મોહંતી દ્વારા આગામી 5 દિવસ ગુજરાતનું હવામાન મોટાભાગે સૂકું હવામાન રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. જોકે, લોકલ કન્વેક્ટિવિટીના કારણે ક્યાંક વરસાદ થઈ શકે છે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. જેમાં 28 અને 29 તારીખે ગુજરાતમાં વરસાદ થવાની સંભાવના પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.