અમદાવાદ: રાજ્યમાં ઠંડીને લઇ મોટી આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસને લઇને હવામાન વિભાગની આગાહી સામે આવી છે. હવામાન વિભાગ અનુસાર, આગામી ત્રણ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં ફેરફાર નહીં થાય. સૌરાષ્ટ્રમાં તાપમાનમાં 1 ડિગ્રી વધી શકે છે. ત્રણ દિવસ બાદ સમગ્ર રાજ્યમાં 2-3 ડિગ્રી તાપમાનમાં વધારો થતા ઠંડીમાં ઘટાડો થશે. 24 કલાક દરમિયાન ક્યાંક ઠંડીનો અનુભવ થઇ શકે છે.
ગઇકાલે હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું હતું કે, પાંચ દિવસ સુધી માવઠાની શક્યતા નહીવત છે. પાંચ દિવસ સુધી રાજ્યનું વાતાવરણ સુકૂં રહેશે. નોંધનીય છે કે, રાજ્યમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાતાવરણમાં પલટાના કારણે કમોસમી વરસાદ પડ્યો હતો. જેના કારણે ખેડૂતો ઉભા પાકને કારણે ચિંતામાં મુકાયા હતા.
રાજ્યમાં બે દિવસ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જેના કારણે ખેડૂતો ઉભા પાકને લઇને ચિંતામાં મૂકાઇ ગયા છે. સોમવારે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત, છોટા ઉદેપુરના નસવાડી ચરોતરમાં મહેમદાવાદ, પાવી જેતપુર, દાહોદ, ધાનપુર, લીમખેડામાંથી વરસાદ અને કરા પણ પડ્યા હતા. કમોસમી વરસાદના કારણે ખેડૂતોના શિયાળુ પાકને ભારે નુકસાની આવી છે. ઘંઉ, જીરૂ જેવા પાકોમાં ભારે નુકસાની વેઠવાનો વારો ખેડૂતોને આવ્યો છે. ત્યારે ખેડૂતોને પણ આ હવામાનની આગાહીથી રાહત અનુભવાશે.