Home » photogallery » ahmedabad » Gujarat Weather Forecast: હવામાન વિભાગની આગાહી: માવઠા બાદ ફરી ઠુંઠવાશો, પડશે કડકડતી ઠંડી!

Gujarat Weather Forecast: હવામાન વિભાગની આગાહી: માવઠા બાદ ફરી ઠુંઠવાશો, પડશે કડકડતી ઠંડી!

Gujarat Weather Forecast: રાજ્યમાં અમુક વિસ્તારમાં સામાન્ય વરસાદની સંભાવના. 24 કલાક બાદ ફરી ઠંડીનું જોર વધશે. 30 જાન્યુઆરીથી તાપમાનમાં થશે આટલો ઘટાડો.

विज्ञापन

  • 15

    Gujarat Weather Forecast: હવામાન વિભાગની આગાહી: માવઠા બાદ ફરી ઠુંઠવાશો, પડશે કડકડતી ઠંડી!

    અમદાવાદ: આજે સવારથી જ રાજ્યના મોટાભાગના વિસ્તારોના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. અમદાવાદ સહિતના શહેરોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગની આગાહી સામે આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં પૂર્વ દક્ષિણના પવનો ફૂંકાયા છે. આજે રાજ્યના વાતાવરણ પલટો રહેશે. સાથે જ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અમુક વિસ્તારમાં સામાન્ય વરસાદની સંભાવના છે. જ્યારે 24 કલાક બાદ ફરી ઠંડીનું જોર વધશે.

    MORE
    GALLERIES

  • 25

    Gujarat Weather Forecast: હવામાન વિભાગની આગાહી: માવઠા બાદ ફરી ઠુંઠવાશો, પડશે કડકડતી ઠંડી!

    રાજ્યમાં માવઠાના માર બાદ કડકડતી ઠંડી પડવાની સંભાવના છે. 24 કલાક બાદ ફરી ઠંડીનું જોર વધશે. 30 જાન્યુઆરીથી 3થી 4 ડીગ્રી તાપમાન ઘટશે. ભાવનગર, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં વરસાદની આગાહી છે. આજે બોટાદ, વડોદરા અને ભરૂચમાં વરસાદની આગાહી છે. એકથી બે દિવસ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. અમદાવાદ શહેરમાં પણ સાંજે વરસાદ રહેશે. જ્યારે આવતીકાલે કચ્છમાં કોલ્ડ વેવની આગાહી છે.

    MORE
    GALLERIES

  • 35

    Gujarat Weather Forecast: હવામાન વિભાગની આગાહી: માવઠા બાદ ફરી ઠુંઠવાશો, પડશે કડકડતી ઠંડી!

    હવામાન વિભાગની આગાહી અનુસાર મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. આણંદમાં વહેલી સવારથી જ વરસાદી માવઠું થતાં ખેડૂતો પરેશાન છે. ડિઝાસ્ટર વિભાગની માહિતી અનુસાર જિલ્લામાં અતિ સામાન્ય વરસાદ નોંધાયો છે. જેમાં બોરસદ તાલુકામાં 1 મીલીમીટર વરસાદ નોંધાયો છે. આ કમોસમી વરસાદને કારણે આણંદ જિલ્લાના ધરતીપુત્રને નુકશાન થયું છે. ખેડૂતોના ઉભો પાક ઘઉં, રાયડો, ચણા સહિત શાકભાજીને ઘણું નુકસાન થતાં ખેડૂતોને પડ્યા પર પાટું છે.

    MORE
    GALLERIES

  • 45

    Gujarat Weather Forecast: હવામાન વિભાગની આગાહી: માવઠા બાદ ફરી ઠુંઠવાશો, પડશે કડકડતી ઠંડી!

    પંચમહાલ જિલ્લામાં આજે વહેલી સવારથી વાદળ છાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. કાલોલ અને ગોધરામાં વરસેલા વરસાદના કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. કપાસ, ગવાર, રાયડા સહિતના પાકોમાં કમોસમી વરસાદને લઈને જીવાત પડવાની સંભાવનાથી ખેડૂતો પરેશાન છે. ખેડૂતોને એક વીઘા દીઠ 10થી 15 હજાર રુપિયાનું નુકસાન થતા સરકાર પાસે નુકસાન અંગે વળતરની માંગણી કરી રહ્યા છે.

    MORE
    GALLERIES

  • 55

    Gujarat Weather Forecast: હવામાન વિભાગની આગાહી: માવઠા બાદ ફરી ઠુંઠવાશો, પડશે કડકડતી ઠંડી!

    રાજ્યના ભરશિયાળે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે ગત મોડીરાતથી જ રાજ્યના કેટલાક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં આગાહી વચ્ચે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યમાં સુરત, ભાવનગર, ભરૂચમાં મોડીરાત્રે માવઠું થયું છે. સાથે જ આ સવારે વડોદરાના કેટલાક વિસ્તારો, પંચમહાલ સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. આવામાં ભરશિયાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા છે. કમોસમી વરસાદ થતાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. ખેતરમાં ડાંગર, બાજરી સહિત અનેક પાકોને નુકસાન થવાની શક્યતા જણાઈ રહી છે.

    MORE
    GALLERIES