વિભૂ પટેલ, અમદાવાદ : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (Western Disturbance) અને સાયક્લોનિક સર્ક્યૂલેશનનાં કારણે રાજ્યના વાતાવરણ ઉપર અસર જોવા મળી રહી છે.ગઈકાલે કમોસમી વરસાદ અને આજે ધુમ્મસ ભર્યું વાતાવરણ સર્જાયું છે.આગામી 24 કલાક વાતાવરણ યથાવત રહેશે અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદી ઝાપટા પડવાની હવામાન વિભાગનું અનુમાન છે.સુરત નવસારી સહિતના વિસ્તારમાં સામાન્ય વરસાદનું અનુમાન છે. (પ્રતિકાત્મક તસવીર)
આજે અમદાવાદ શહેરમાં ધુમ્મસભર્યું વાતાવરણ છે.સાથે શહેરમાં પ્રદુષણનું પ્રમાણ વધ્યું છે.અમદાવાદ શહેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 121 નોંધાયું છે.એટલે કે હવામાં પ્રદુષણ નું પ્રમાણ વધી રહ્યું છે.જોકે વારંવાર વાતાવરણ પલટો અને વધતું જતું પ્રદુષણ નું પ્રમાણ ખેતીના પાકને તો નુકસાન થઈ રહ્યું છે પરંતુ લોકોના સ્વસ્થ પર અસર જોવા મળશે.
આજે અમદાવાદ શહેરમાં ધુમ્મસભર્યું વાતાવરણ છે.સાથે શહેરમાં પ્રદુષણનું પ્રમાણ વધ્યું છે.અમદાવાદ શહેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 121 નોંધાયું છે.એટલે કે હવામાં પ્રદુષણ નું પ્રમાણ વધી રહ્યું છે.જોકે વારંવાર વાતાવરણ પલટો અને વધતું જતું પ્રદુષણ નું પ્રમાણ ખેતીના પાકને તો નુકસાન થઈ રહ્યું છે પરંતુ લોકોના સ્વસ્થ પર અસર જોવા મળશે