અમદાવાદ: ગુજરાતમાં (Gujarat weather news) હાલ ગરમીથી (Summer in Gujarat) લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગની આગાહી (weather forecast) પ્રમાણે, આજથી 11 એપ્રિલ સુધી ગરમીમાંથી થોડી રાહત મળશે. રાજ્યભરમાં તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહે તેવી શક્યતા છે. આ સાથે આગાહીમાં જણાવવામાં આવ્યુ છે કે, આવતીકાલે, 7 એપ્રિલે ગાંધીનગરમાં સાધારણ વરસાદની વરસી શકે છે. નોંધનીય છે કે, મંગળવારે રાજ્યના 6 શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર નોંધાયો હતો. જ્યારે સૌથી વધુ ભૂજમાં 42.2 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.
હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે ગાંધીનગર, વડોદરા, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, કચ્છમાં કાળઝાળ ગરમીને પગલે યલો એલર્ટ રહેશે. જોકે, ગુરુવારથી ચાર દિવસ સુધી મહત્તમ તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રી સુધી ઘટવાની આગાહી કરવામા આવી છે. જેના કારણે ગરમીમાં આંશિક રાહત મળશે. ગરમીમાં આંશિક રાહત મળી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી 8થી 11 એપ્રિલ દરમિયાન અમદાવાદને ગરમીમાંથી રાહત મળશે. આ સાથે તાપમાન 40 ડિગ્રીની આસપાસ નોંધાય તેવી સંભાવના છે.
દેશમાં ગરમીની વાત કરીએ તો, ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ (IMD) એ આગાહી કરી છે કે, ઉત્તર-પશ્ચિમ ભારતમાં આગામી થોડા દિવસો સુધી હિટ વેવની સ્થિતિ યથાવત રહેશે. બીજી તરફ, પૂર્વ અને પશ્ચિમ રાજસ્થાનના કેટલાક ભાગો માટે યલો અને ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જ્યાં આગામી ચાર દિવસ સુધી હિટવેવની સ્થિતિની સંભાવના છે. હવામાન વિભાગે કહ્યું કે, બાડમેર, જેસલમેર, જાલોર અને જોધપુર જિલ્લામાં તીવ્ર ગરમીની લહેર આવવાની સંભાવના છે.
બીજી તરફ, પૂર્વોત્તર વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન એજન્સીએ કહ્યું કે આગામી પાંચ દિવસ દરમિયાન કેટલાક રાજ્યોમાં વરસાદની સંભાવના છે. જણાવી દઈએ કે એપ્રિલ મહિનામાં જ રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત ઉત્તર પશ્ચિમ ભારતના ઘણા રાજ્યોમાં ગરમી અને ગરમીનો પ્રકોપ વધવા લાગ્યો છે. એપ્રિલમાં જ લોકોને મે-જૂનની ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે.બીજી તરફ, પૂર્વોત્તર વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન એજન્સીએ કહ્યું કે આગામી પાંચ દિવસ દરમિયાન કેટલાક રાજ્યોમાં વરસાદની સંભાવના છે. જણાવી દઈએ કે એપ્રિલ મહિનામાં જ રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત ઉત્તર પશ્ચિમ ભારતના ઘણા રાજ્યોમાં ગરમી અને ગરમીનો પ્રકોપ વધવા લાગ્યો છે. એપ્રિલમાં જ લોકોને મે-જૂનની ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે.