અમદાવાદઃ અમદાવાદના હવામાન કેન્દ્ર દ્વારા રાજ્યના વાતાવરણમાં પલટો આવવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે ગુજરાતમાં બે દિવસ વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. જેમાં હળવા વરસાદની સંભાવના છે પરંતુ ક્યાંક ગાજવીજ સાથે પણ વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે ગુરુવારે કરેલી આગાહીમાં અમદાવાદ માટે 5 દિવસ યલો એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે માછીમારોને પણ વોર્નિંગ આપવામાં આવી છે.
ગુરુવારે હવામાન વિભાગે આગાહી કરીને રાજ્યમાં મોટાભાગે હવામાન સૂકું રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. જોકે, અંતિમ બે દિવસ કેટલાક ભાગોમાં છૂટોછવાયો વરસાદ પણ થઈ શકે છે. હવામાન વિભાગે રાજ્યના સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આ સાથે માછીમારોને પણ ચેતવણી આપવામાં આવી છે.