અમદાવાદ : રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ધમરોળ્યા બાદ હવે મેઘરાજા મધ્ય ગુજરાત પર મનમૂકીને વરસી રહ્યા છે. (Gujarat Rains on 21st September) દરમિયાનમાં આજે હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક માટે ફરીથી વરસાદની આગાહી આપી છે (Gujarat Weather Forecast) આ આગાહી ખાસ કરીને મધ્ય ગુજરાત માટે છે (Madhya Gujarat Rains alert) મધ્ય ગુજરાત ઉપરાંત પણ રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદ પડશે. (મંગળવારે સાંજે 21મી સપ્ટેમ્બરના રોજ 6.20 કલાકે લેવાયેલી સેટેલાઇટ ઇમેજનો સ્ક્રિન ગ્રેબ)
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચોવીસ કલાક દરમિયાન વડોદરા (Vadodara Rains) પંચમહાલ (Panchmahal Rains) છોટાઉદેપુર (chhotaudepur Rains)માં વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત રાજ્યના નર્મદા (Narmada Rains) તાપી (tapi Rains) સુરત (Surat Rains)માં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. (પ્રતિકાત્મક તસવીર)
સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીરસોમનાથમાં ક્યાંક ક્યાંક ભારે વરસાદની સંભાવના છે. 23મી તારીખ સુધી વરસાદનું જોર ઘટી જવાની શક્યતા છે. પરંતુ 24-25 તારીખ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં સુરત, દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. આમ ગુજરાતમાં ભાદરવો ભરપૂર રહ્યો છે અને હજુ આગામી દિવસોમાં પણ વરસાદનો વરતારો છે.