Home » photogallery » ahmedabad » Gujarat Weather forecast: રાજ્યમાં રવિવાર સુધી કેવું રહેશે તાપમાન? જાણો કડકડતી ઠંડી કે ગરમીનો થશે અનુભવ

Gujarat Weather forecast: રાજ્યમાં રવિવાર સુધી કેવું રહેશે તાપમાન? જાણો કડકડતી ઠંડી કે ગરમીનો થશે અનુભવ

Gujarat weather News: રાજ્યમાં વહેલી સવારે અને રાતે ઠંડીનો અનુભવ થશે જ્યારે બપોરે તાપમાન વધતા ગરમીનો અનુભવ થઇ શકે છે.

विज्ञापन

  • 15

    Gujarat Weather forecast: રાજ્યમાં રવિવાર સુધી કેવું રહેશે તાપમાન? જાણો કડકડતી ઠંડી કે ગરમીનો થશે અનુભવ

    અમદાવાદ: રાજ્યમાં હાલ ગરમી અને ઠંડીનો સાથે અનુભવ થઇ રહ્યો છે. ત્યારે આગામી પાંચ દિવસ માટે હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ હવામાન સુકૂં રહેશે. ક્યાંક એક બે ડિગ્રી તાપમાનમાં વધારો થશે તો ક્યાંક થોડો ઘટાડો થઇ શકે છે. આ સાથે અમદાવાદનું મહત્તમ તાપમાન 32 ડિગ્રી પહોંચે તેવી પણ શક્યતા દર્શાવવામાં આવી છે.

    MORE
    GALLERIES

  • 25

    Gujarat Weather forecast: રાજ્યમાં રવિવાર સુધી કેવું રહેશે તાપમાન? જાણો કડકડતી ઠંડી કે ગરમીનો થશે અનુભવ

    હવામાન વિભાગે, અમદાવાદ અને ગાંધીનગરનાં તાપમાનની પણ વાત કરતા જણાવ્યુ કે, અમદાવાદ અને ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 14.8 ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાન 31-32 ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની શક્યતા છે. અમદાવાદ માટે ન્યૂનતમ તાપમાન 16.2 અને મહત્તમ તાપમાન 31.5 ડિગ્રી રહેવાની શક્યતા છે. આ સાથે ગાંધીનગરનું ન્યૂનતમ તાપમાન 14.8 અને મહત્તમ તાપમાન 32.5 ડિગ્રી રહેવાની શક્યતા છે.

    MORE
    GALLERIES

  • 35

    Gujarat Weather forecast: રાજ્યમાં રવિવાર સુધી કેવું રહેશે તાપમાન? જાણો કડકડતી ઠંડી કે ગરમીનો થશે અનુભવ

    હવામાન વિભાગના આંકડાઆ પ્રમાણે, મંગળવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2.0 ડિગ્રી વધીને 31.8 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી વધીને 16.2 ડિગ્રીએ પહોંચ્યુ હતુ. જેને કારણે શહેરમાં વહેલી સવારથી 10.00 વાગ્યા સુધી ઠંડક રહ્યાં બાદ બપોરે 12થી 5 દરમિયાન ગરમીમાં વધારો થતો હોય તેમ અનુભવાઇ રહ્યુ છે.

    MORE
    GALLERIES

  • 45

    Gujarat Weather forecast: રાજ્યમાં રવિવાર સુધી કેવું રહેશે તાપમાન? જાણો કડકડતી ઠંડી કે ગરમીનો થશે અનુભવ

    રાજ્યમાં બેવડી ઋતુ દરમિયાન શહેરમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત અર્બન અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં એક જ દિવસમાં શરદી અને ખાંસીના બે હજાર કેસ નોંધાયા છે. આ મહિનામાં અત્યારસુધીમાં કોલેરાનો એક કેસ નોંધાયો છે. પાણીના પોલ્યુશનની વધતી જતી ફરિયાદની સાથે મ્યુનિ.તંત્રે લીધેલા પાણીના સેમ્પલ પૈકી 29 સેમ્પલનો કલોરીન રિપોર્ટ નીલ આવ્યો છે. શહેરના સાત ઝોનના અડતાલીસ વોર્ડમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત 80થી વધુ અર્બન હેલ્થ સેન્ટર ઉપરાંત કોમ્યુનિટી હેલ્થ સેન્ટર આવેલા છે. આ તમામ કેન્દ્રોમાં સોમવારે 8500 જેટલા દર્દીઓનુ નિદાન અને સારવાર કરવામા આવી હતી.

    MORE
    GALLERIES

  • 55

    Gujarat Weather forecast: રાજ્યમાં રવિવાર સુધી કેવું રહેશે તાપમાન? જાણો કડકડતી ઠંડી કે ગરમીનો થશે અનુભવ

    આ દર્દીઓ પૈકી શરદી અને ખાંસીના લક્ષણ ધરાવતા બે હજાર દર્દીઓને આવશ્યક દવા તંત્ર તરફથી આપવામા આવી હતી. મ્યુનિ.ના ઈન્ચાર્જ મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ ડોકટર ભાવિન સોલંકીના કહેવા પ્રમાણે, શહેરના કેટલાક વિસ્તારોમાં પાણીના પોલ્યુશન અંગેની ફરિયાદો વધી રહી છે. શહેરીજનોને પાણીના પોલ્યુશન અંગેની ફરિયાદ હોય તો તેઓ મ્યુનિસિપલ કોર્પોરેશનની 155303 નંબરથી ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકે છે. ચાર ફેબુ્આરી સુધીમાં શહેરમાં કોલેરાનો એક કેસ નોંધાવાની સાથે પાણીજન્ય એવા ઝાડા ઉલટીના 47 કેસ નોંધાયા હતા. ટાઈફોઈડના 32 તથા કમળાના 22 કેસ નોંધાયા હતા.

    MORE
    GALLERIES